મને થયેલા અનુભવે …..
દિલથી જે કરવાનું મન થાય એને
દિમાગે અંતે તો સાથ આપવો જ પડતો હોય છે
…. દિમાગનું કામ સવાલ કરવાનું છે
અને દિલનું કામ સહન કરવાનું.
…. સવાલ આકરા ય હોય અને સહેલા પણ
…. સહન કરવાથી પરિપક્વતા અને સમજણ કેળવાતી હોય છે
…. દિમાગ અને દિલને એ સમજ પડી જતી હોય છે કે કોણે શું કરવાનું છે
…. અને એમના આ સ્ટ્રેટેજીક એલાયન્સને કારણે ધ્યેય તરફ વધવા જરૂરી એવા તમામ પરિબળ સાનૂકૂળતા સાધી લેતા હોય છે.