દક્ષિણ ગુજરાત વિદ્યુત બોર્ડની મરમ્મત ટીમ આજે અમારા વિસ્તારમાં કામ કરવાની છે …
સવારે 9 થી સાંજે 5 સુધી વિજળીનો પૂરવઠો નહિ મળે …
લાઇટ અને પખાની તો જાણે જરૂર નહિ પડે …
પણ મિક્ષર કે બ્લેન્ડર પણ વાપરવા નહિ મળે …
નાસ્તા માટે શેકેલા ગરમાગરમ ટોસ્ટ નહિ મળે …
મેલા કપડાઓને પણ વોશીંગ મશીનમાં આજે ધુલાઇનો લાભ નહિ મળે …
ફ્રીજમાં ભરાઇ પડેલા શાકભાજીને પણ જોઇતી થંડક નહિ મળે …
ટીવી ને પણ આજે દર્શકોનો સાથ નહિ મળે …
કોર્ડલેસ ટેલિફોનને પણ આજે રણકવા નહિ મળે …
કોમપ્યુટર ( ડેસ્કટોપ )ને પણ આજે ઓન થવા નહિ મળે …
અને મને પણ ફેસબુકના મિત્રોની પોસ્ટ વાંચવા નહિ મળે …
તેમની ધણધણતી ને સણસણતી કોમેન્ટ વાંચવા નહિ મળે …
કેટલાક સાથે સ્કાયપ પર વાત કરવા નહિ મળે …
યુટયુબના રસપ્રદ વિડિયો જોવા નહિ મળે …
નવા મિત્રોની રીક્વેસ્ટ એક્સેપ્ટ કરવા નહિ મળે …
સારું, ગમતું … લાઇક અને શેર કરવા નહિ મળે …
.
તો ??
.
.
બોસ, એક દિવસનો આરામ તો મળશે જ ને ?