વલસાડ જીલ્લા માટે

ભારત રત્ન તથા ભૂતપૂર્વ પ્રધાન મંત્રી શ્રી મોરારજી દેસાઇ જેવા રાષ્ટ્રીય મહામાનવના જન્મસ્થાનના લીધે વલસાડ જિલ્લો રાષ્ટ્રીય તથા આંતરરાષ્ટ્રીય સ્તર પર ચર્ચામાં આવો હતો. એ સિવાય વલસાડી હાફુસ કેરી અને અતુલ ખાતે આવેલ રંગ રસાયણના વિશ્વ વિખ્‍યાત કારખાનાઓ, મોટી ઉદ્યોગ વસાહત વાપી તેમજ તમામ ગુણોથી સમૃદ્ધ એવું વલસાડી સાગ લાકડાંથી વલસાડ જિલ્લો ખૂબ જ પરિચિત છે. વલસાડ જિલ્લો ગુજરાતના દક્ષિણે આવેલું છે અને એની પશ્ચિમે ભુરો અરબી સમુદ્ગ છે. પૂર્વમાં સહાયદ્ગિ પર્વતમાળાઓ આવેલ છે. ૧૪,૧૦,૬૮૦ વસ્તી ધરાવતો અને ૨,૯૪૭.૪૯ ચો. કી.મી. વિસ્તાર ધરાવતો વલસાડ જિલ્લો ભારતના તમામ ક્ષેત્રો કરતાં સારી સુવિધાઓ, સારૂં જીવનધોરણ ધરાવતું ક્ષેત્ર છે. વલસાડ ખાતે રેલ્‍વે સુરક્ષા દળનું મુખ્‍ય મથક તેમજ ટ્રેનીંગ સેન્ટર ધરાવે છે

વલસાડ ભારત દેશના ગુજરાત રાજ્યના દક્ષિણ ભાગમાં આવેલા વલસાડ જિલ્લાનું તેમ જ વલસાડ તાલુકાનું મુખ્ય મથક છે. વલસાડ અમદાવાદ-મુંબઇ રાષ્ટ્રીય ધોરીમાર્ગ તેમ જ રેલ્વે માર્ગ દ્વારા જોડાયેલું છે. વલસાડમાં રેલ્વે સ્ટેશન, બસ સ્ટેશન, આઝાદ ચોક, હાલર રોડ, તિથલ રોડ, મોગરાવાડી, ધરમપુર રોડ, રેલ્વે કોલોની, કોસંબા રોડ, ધોબી તળાવ, ગવર્મેન્ટ કોલોની, જૂના બજાર, કંસારાવાડ, નાનકવાડા જેવા વિસ્તારો આવેલા છે. આ ઉપરાંત અંહી તડકેશ્વર મહાદેવ, કલ્યાણ બાગ, જલારામ મંદિર વગેરે જોવાલાયક સ્થળો આવેલાં છે. વલસાડથી પાંચ કિ.મિ.ના અંતરે દરિયાકિનારે પ્રખ્યાત હવાખાવાનું સ્થળ તિથલ તેમ જ ત્રણ કિ.મી. અંતરે પારનેરાનો કિલ્લો જેવાં જોવાલાયક સ્થળો આવેલાં છે.

ધરમપુર તાલુકો ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના વલસાડ જિલ્લાનો મહત્વનો તાલુકો છે. ધરમપુર આ તાલુકાનું મુખ્ય મથક છે. ધરમપુર નગર વલસાડથી પૂર્વ દિશામાં રાજ્ય ધોરી માર્ગ પર ૩૦ કિલોમીટરના અંતરે આવેલું છે. ભારત દેશને આઝાદી મળી તે સમયમાં ધરમપુર રાજ્ય હતું અને એનો વહીવટ ધરમપુરના રાજા સંભાળતા હતા. ત્યારબાદ ધરમપુર રાજ્ય ભારત દેશમાં જોડાયું હતું. ધરમપુરમાં મ્યુઝીયમ, વિજ્ઞાનકેન્દ્ર, રાજાનો મહેલ, વિલ્સન હિલ, બરુમાળ શિવમંદિર વગેરે જોવાલાયક સ્થળો છે

કપરાડા તાલુકો ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના વલસાડ જિલ્લાનો મહત્વનો તાલુકો છે. કપરાડા આ તાલુકાનું મુખ્ય મથક છે. આ તાલુકામાં મોટા ભાગનો વિસ્તાર ડુંગરાળ તેમ જ જંગલોથી ભરપૂર છે. વાપીથી શામળાજી જતો રાજ્ય ધોરી માર્ગ નં.૫-અ તેમ જ ધરમપુરથી નાસિક જતો રાજ્ય ધોરી માર્ગ કપરાડા તાલુકામાંથી પસાર થાય છે. આ તાલુકામાં ચોમાસા દરમિયાન ભારે વરસાદ પડે છે. છેલ્લાં કેટલાંક વર્ષમાં તો આખા ભારત દેશમાં સૌથી વધુ વરસાદ કપરાડા તાલુકા ખાતે નોંધાયેલ છે.

પારડી તાલુકો ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના વલસાડ જિલ્લાનો મહત્વનો તાલુકો છે. પારડી આ તાલુકાનું મુખ્ય મથક છે. આ નગર કિલ્લા પારડી નામથી ઓળખવામાં આવે છે. પારડી નગરની ઉત્તર દિશામાં પાર નદી વહે છે.

ઉમરગામ ભારત દેશમાં આવેલા ગુજરાત રાજ્યના દક્ષિણ ભાગમાં આવેલા વલસાડ જિલ્લાનો તાલુકો છે. એક બાજુ દમણગંગા નદી અને એક બાજુ દરિયાકિનારો ધરાવતું ઉમરગામ રમણીય છે. અહીં રામાયણ ટી.વી. સિરિયલનું નિર્માણ સાગર સ્ટૂડીયો (નિર્માતા રામાનંદ સાગરનો સ્ટૂડીયો) ખાતે થયું હતું.

About અખિલ સુતરીઆ

મારા વિશે મારે કંઇક કહેવાનું હોય તો, .... થોડુ વિચારવું પડે. મને મારી ઓળખ કરાવે .... એવા એક જ્ણની તલાશમાં છું.
This entry was posted in રોજનીશી ૨૦૦૯. Bookmark the permalink.