ક્યાં સુધી …

જીવનની છેલ્લી ક્ષણો –

 • કેવી હશે ?
 • કેવી રીતે વીતતી હશે ?
 • માં મન શું વિચારતું હશે ?
 • માં શરીર શું અનુભવતું હશે ?
 • માં પાંપણ નીચે શું દેખાતું હશે ?

જીવન સફરનું પુર્ણવિરામ કોણ મુકે ?

એક દેહ મુકીને આત્મા બીજો દેહ કેટલી વારમાં ધારણ કરી લે ?

અબજો જીવાત્માઓની જીવનલીલા ચલાવનારને દેહ છોડી જનાર આત્મા જોઇ શકતો હશે ?

જીવાત્મા .. આત્મા .. મહાત્મા .. પરમાત્મા .. સુક્ષ્મ જીવ .. વિરાટ જીવ ..

આરંભ થી અંત .. અંત થી અનંત .. અનંત થી નિરંતર ..

ક્યાં સુધી ??

આમ મનમાં સવાલો ઉભરાયા કરશે ?

About અખિલ સુતરીઆ

મારા વિશે મારે કંઇક કહેવાનું હોય તો, .... થોડુ વિચારવું પડે. મને મારી ઓળખ કરાવે .... એવા એક જ્ણની તલાશમાં છું.
This entry was posted in રોજનીશી ૨૦૦૯. Bookmark the permalink.

5 Responses to ક્યાં સુધી …

 1. suthar Swati કહે છે:

  Mane to bhagwaan kartaay pahela mara mata pita ne malwau man thhay..

 2. જીવનની અંતિમ ક્ષણોમાં કેવા કેવા વિચારો મનમાં ઉદભવતા હશે તે વિષે કાજલ ઑઝાએ તેમના પુસ્તક ” કૃષણાયન ” માં ભગવાન કૃષ્ણ જરાએ બાણ માર્યા બાદ ભાલકા તીર્થમાં કદ્મ્બના વૃક્ષ નીચે સુતા સુતા તેમની અંતિમ ક્ષ્ણોમાં જે વિચારો આવે છે તે વિષે ખૂબ જ સુંદર નિરૂપણ કરેલ છે.

  • એ પુસ્તક કે લેખ નેટ પર હોય અને તમારી જાણમાં એની લિન્ક હોય તો જણાવવા વિનંતી.

   • મારા ધારવા મુજબ એ પુસ્તક નેટ ઉપર ઉપલબ્ધ નથી. મેં વસાવેલુ છે અને 2-3 વાર વાંચ્યું છે અને વાંચતા વાંચતા ભાવ વિભોર બની આંસુઓ સાથે મને અંતિમ ક્ષણોમાં કેવા વિચારો આવશે તેની કલ્પના કરી રડ્યો પણ છું. આપણે ખૂબ દૂર હોઈ આપને વાંચવા માટે મોકલી શકતો નથી તે બદલ દરગુજર કરશો.

 3. preeti કહે છે:

  આવા વિચારો મનમાં ઘણીવાર આવી જાય છે કે જીવન ની પેલે પાર કેવી દુનિયા હશે? હું કોને મળીશ? શું હું ભગવાનને જોઈ શકીશ? કે એવી કોઈ દિવ્ય આત્માનો અનુભવ થશે ખરો? ને આવા અનેક સવાલો… કે જેનો અંત પહેલા જવાબ મળવો શક્ય જ નથી. અને અંત પછી કોઈ જવાબ આપવા પાછું આવતું નથી.

ટિપ્પણીઓ બંધ છે.