ગયા જન્મદિને પપ્પાએ આશિર્વાદ આપ્યા હતા,
આજે એ નથી;
પણ એમના આશિર્વાદ અનૂભવી રહ્યો છું.
આંખમાં બે આંસુ અટકી રહ્યા,
પપ્પાની તસવીર એમાં ઝીલાઇ રહી;
એમના મલકાટને સ્મરી રહ્યો છુ.
થોડૂં રડી લઇશ તો,
કદાચ હ્રદય હળવું થાય;
સંસ્મરણોમાંથી પપ્પાનો પ્રેમ વીણી રહ્યો છુ.
જીવનમાં “પહેલી” ઘડિયાળ પપ્પાએ આપી હતી,
સમયનું મુલ્ય સમજવા;
આજે ‘પહેલી’વાર એમના વગર જન્મદિને ‘શૂન્યતા’સમજાઇ.
મૌન સાથે આજે મારી,
મિત્રતા કરાવી;
પપ્પાના આશિર્વાદે.