ગઇકાલે મુંબઇનો પ્રવાસ … કર ભલા સો હો ભલાના ઢગલેબંધ અનુભવો …
—- 1.
સવારે 7.30 કલાકેભાવનગર–બાન્દ્રા સુ.ફા.એક્ષપ્રેસમાં એક કાઠીયાવાડી ભાઇ એમના ચાઇનાફોનમાંથી કાન ફાડી નાખે એવડા મોટા વોલ્યુમે ભજન સાંભળતા હતા.અવાજના આ પ્રદૂશણ અંગે એમને શું કહેવું ? નો વિચાર ફૂટી નિકળ્યો. બાજૂમાં બેઠેલા વાપીના અપડાઉન કરતા યુવાન સાથે મારી નજર મળતા જ એણે મને કહ્યું “આ ગાડીમાં રોજે રોજ આવો એકાદ સેમ્પલ તો મળે જ. એના ભગવાનને આપણે ય યાદ કરવાનો ?”
….. બીજી જ ક્ષણે .. એક બીજા મુસાફરે ચાઇનાફોનમાંથી કાન ફાડી નાખે એવડા મોટા વોલ્યુમે જલેબી બાઇ વહેતું મુક્યું. અને પછી પહેલા ભાઇએ ભજન કાર્યક્રમ આટોપ્યો કે તરત જ જલેબી ય બંધ !!!
—- 2.
એક યુવાન વાપીથી પુના ઇન્ટરવ્યુ આપવા માટે જવા નિકળ્યો હતો. જેમ બને એમ જલ્દી પહોંચવાની ચિંતા એના ચહેરા પર દેખાતી હતી. મારી સામે જ એને બેસવા માટે જગ્યા મળી. એની સાથે મારી નજર મળતા જ મેં સ્મિત આપી દીધું અને મારો જમણો હાથ ડાબા ખભા તરફ લઇ જઇ છાતી પર મૂક્યો …. અને એ હસી પડયો .. બોલી પડયો .. આલ ઇજ વેલ !!!
મારે ચર્ચગેટ જવાનું હતું એણે દાદર … અમે અંધેરીથી મુંબઇની લોકલ પકડીને જવાનું નક્કી કર્યું … સ્ટેશને ઉતરીને સમોસું ખાધું અને ખવરાવ્યું .. પાણી પીધું ને बारह दिब्बोवाली चर्चगेटके लिये सभी स्टेशनो पर रूकने वाली धीमी ગાડી આવી .. ચડી ગયા .. બારી પાસે જગ્યા મળી !!! ઇમેલ/ફેસબુક આડીની આપલે થઇ …3 ઇડિયટની બે વાત ખાસ કરી .. “કાબિલ બનો સફલતા કે પીછે મત ભાગો અને મેરે એટીટયુડકે અનુસાર કોઇ ઢંગકા કામ તો મીલ હી જાયગા.” … એણે કહ્યું … ” सर, आपकी वजहसे अब मेरा कोन्फीडन्स काफी बढा है। ” મેં જવાબ આપ્યો .. “बेटा, अगर मैने तुम्हारे लिये यह एक काम अच्छा कीया है तो अब तुम्हारी बारी कीसीके लिये एक नेक काम करने की है, और दिन बितना अभी तो बाकी है। इश्वरने मुझे तुम्हारे लिये भेजा है पता नहि इश्वर तुम्हे किसके लिये भेजेंगे !!” …ઇન્ટરવ્યુ આપવા માટે જવા જેમ બને એમ જલ્દી પહોંચવાની ચિંતા હવે ચહેરા પર દેખાતી બંધ થઇ હતી.
—- 3.
ડી એન રોડની એસબીઆઇનો મારો એકાઉન્ટ બંધ કરાવવાનો હતો. ચર્ચગેટથી ચાલતો એસએનડીટી,પારસી જીમખાના,ન્યુ એક્ષલસીયર સીનેમા થઇને બેન્ક પર પહોંચ્યો. વંદનાબહેનને મળ્યો. એમને જોઇતા કાગળો આપ્યા.બપોરેનો 12.40 થઇ હતી. એમણે ઝડપથી પોતાના પીસી પર પોતે કરવાની કામગીરી પૂર્ણ કરી .. પોતાના અધિકારી પાસે જઇ એપ્રુવલ લઇને પાછા આવ્યા. મને પૂછયું કે તમારા વલસાડના એકાઉન્ટમાં આ એકાઉન્ટનું બેલેન્સ ટ્રાન્સફર કરી દઇએ ? મેં કહ્યું રકમ મોટી નથી .. મને કેશ જ આપી દો તો વધારે સારુ. એમણે કહ્યું કે એકાઉન્ટ ક્લોઝર વખતે સામાન્ય રીતે બેલેન્સ ટ્રાન્સફર કરવાનો અથવા બેન્કર્સ ચેક આપવાનો નિયમ છે છતાં પ્રયત્ન કરી જોઉં પ્લીઝ તમે થોડી વાર બેસો. તરત જ તે કેશિયરના કાઇન્ટર પર ગયા. કેશિયરને પેપર્સ આપ્યા. કેશીયરની રીસેસના સમયનું પાટીયું બપોરે 1થી 1.30ની જાહેરાત કરી રહ્યું હતું.તેઓ અંદર તેમના પીસી પર મથી રહ્યા હતા .. હું કાઉન્ટર પર બહાર ઉભો હતો ..કેશિયર સાથે મારી નજર મળતા જ મેં સ્મિત આપી દીધું અને મારો જમણો હાથ ડાબા ખભા તરફ લઇ જઇ છાતી પર મૂક્યો. અને એણે કાઉન્ટરની બારી પર “closed”નું પાટીયું મૂકયુ.પછી મને કહ્યુ, आप थोडी देर वहां सोफे पर बैठिये। ..હું સોફા પર ગોઠવાયો. વંદનાબહેન અને કેશિયર બન્ને બહાર આવ્યા .. એમના સાહેબ પાસે ગયા. કોઇ ચર્ચા કરી .. ફરી પાછા કેશકાઉન્ટર પર ગયા. …. અને ગણત્રીની મીનીટોમાં જ વંદના બહેન મારા બંધ થયેલા એકાઉન્ટની છેલ્લી રકમની કડકડતી નોટ લઇને આવ્યા … તૈયાર રાખેલા વાવચર પર સહિ લીધી અને મારી પાસબુકની છેલ્લી એન્ટ્રી “a/C CLOSED AND BALANCE PAID IN CASH” છાપી આપીને મને સોંપી. વંદનાબહેનની કસ્ટમર માટે કામ કરવાની નીષ્ઠાને વંદન કરી રહ્યો .. અને બોલી પડયો .. बेटा, गोड ब्लेस यु।
—- 4.
ઉદયે લીધેલા નીકોન ડી7000 માટે એક ટ્રાઇપોડ સ્ટેન્ડ લેવા ફોર્ટની જાણીતી દુકાનમાં ગયો.ભરબપોરે તડકામાં તપીને અહિના વાતાનૂકૂલિત વાતાવરણમાં હાશ થઇ.
દુકાનદાર મનિષને 15 દિવસ પહેલા મળ્યો હતો તે યાદ હતું.મનિષ કોઇક ગ્રાહક સાથે વ્યસ્ત હતો. મનિષે દિલથી સ્વાગત કર્યા બાદ મને કહ્યું सर, दो मीनट दीजीये इनका काम निपटानेके लिये। મેં કહ્યું .. નો પ્રોબલેમ. મનિષે મુંબઇના અગ્રેસર ચિત્રકારો અને ફોટોગ્રાફરોમાં જેમની ગણના થાય છે તેવા જે.પી. સિંઘલ સાથે મારો પરિચય કરાવ્યો. તેઓ પોતાના કેમેરા માટે કોઇક લેન્સની ખરીદી માટે આવ્યા હતા.એમને થયેલા પાર્કિન્સનની અસર દેખાયા વગર ન રહી.ધ્રુજતા હાથે તેમણે હુંફાળું હસ્તધૂનન કર્યુ.જહાંગીર આર્ટ ગેલેરી ખાતે તેમના યોજાયી ગયેલા પ્રદર્શનોની વાત કરી,અડવાણી ઓરલીકન્સના કેલેન્ડરો પરના તેમના પેઇન્ટીન્ગની વાત કરી ..પછી મને પૂછયું दोस्त, आप क्या करते हो ? મેં સંક્ષિપ્તમાં ‘માર્ગદર્શન’ અને નિઃશુલ્ક ફિલ્મ શોના આયોજન તેમજ સંચાલનની વાત કરી. થોડી વાર ટગરટગર જોઇ રહ્યા. પછી મને ભેટી પડયા. તરત જ ખીસામાંથી ધ્રુજતા હાથે પોતાનું કાર્ડ કાઢયું. મારી સામે ધર્યું. મેં બન્ને હાથે પૂરા સન્માન સાથે તે સ્વીકાર્યું.તે દરમ્યાન તે બોલતા રહ્યા .. दोस्त,जबभी मुंबइ आओ, तो मेरे घर जरूर आना। मेरे घर रुक सकते हो। आप जैसे लोग बडी मुश्कीलसे मीलते है।
હું શરમાયો કે મુંઝાયો કે બન્ને ! મેં જવાબ આપ્યો ..सर, मै सीर्फ वही करता हुं जो करना मुझे अच्छा लगता है, आप जैसे बुझुर्गोसे आशिर्वाद मिलते रहे है .. और मेरा यह कार्य आगे बढता रहा है। हररोज जीन्दगीके नये पहलुको समझनेके लिये एक नये इन्सानसे मुलाकात हो ही जाती है। … ફરી પાછા મને ભેટી પડયા .. આ વખતે પકડ વધારે મજબૂત હતી … ફરી પાછું તેમણે હસ્તધૂનન કર્યુ … આ વખતે લાગણી સભર હતું. તેમણે મનિષને કહ્યું, इनसे परिचय करवानेके लिये धन्यवाद। એમનું કામ પૂર્ણ થતાં એમને ઘેર જવાનું આમંત્રણ તાજું કરી તેમણે વિદાય લીધી .. મનિષની આંખમાં મારે માટે બદલાયેલા ભાવ સ્પષ્ટ રીતે જોઇ શક્યો.તે બોલ્યો .. सर, आप बहुत लकी हो। सिंघलजी जैसे कलाकार कीसीसे हाथ तक नहि मिलाते .. और उन्होने तो आपसे हाथ मीलाया, गले लगाया और घर तक जानेका निमंत्रण भी दे दीया। … મેં જવાબ આપ્યો .. क्या मनिष, कर भला सो हो भला .. आप अच्छे तो जग अच्छा। चलो कामकी बात करे ? … મેં ડી7000 માટે એક ટ્રાઇપોડ સ્ટેન્ડ જોઇ તપાસી વિચારીને પસંદ કર્યું .. કિંમત પૂછી, જવાબ .. 3500 .. મેં પેક કરો. હાથમાં પાકીટ ખોલી મનિષને પૂછયું .. કેટલા આપુ ? મનિષ કહે .. 3000. …. !!!
—- 5.
મુંબઇની છેલ્લી મુલાકાત વખતે જ્ઞાન થયું હતું કે બાન્દરાથી ગાડી પકડવાનું અઘરું … અને મુંબઇસેન્ટ્રલથી મળતી ગાડીઓની સંખ્યા ઓછી હોવાથી .. બોરિવલીથી જે તે સમયે મળતી ટ્રેઇન પકડીને વહેલા ઘર ભેગા થવું ના નિર્ણયે સાંજે ફ્લાઇંગ રાણીને બદલે સૌરાષ્ટ્ર જનતા એક્ષપ્રેસ મળી ગઇ.
બિહારના યુવાન ઉત્તમકુમાર સાથે મુલાકાત થઇ.અમને બન્નેને આમને સામને સીટની ઉપરના પાટીયા પર બેસવાની જગ્યા મળી ગઇ.નીચે ભીડ થાય ત્યારે સફોકેશન પણ થાય એટલે તેથી બચવા સામાન્ય રીતે હું પ્રવાસમાં પાછા ફરતી વખતે ઉપર પાટીયા પર બેસી જવાનું જ પસંદ કરું.વાપી અને સુરતના બગડેલા ફાઇલ ફોલ્ડીન્ગ મશીનોની મરમ્મત કરીને મહિને દસ વીસ હજાર કમાઇ લેતો ઉત્તમ પોતાનો સ્વતંત્ર વ્યવસાય શરૂ કરવાનો વિચાર કરી રહ્યો હતો.મને તે તેને થયેલા અનુભવોની વાત કરી રહ્યો હતો.મેં કહ્યું .. दोस्त, व्यावसायको शुरु करनेसे ज्यादा कठीन है उसे चलाना … और उससे भी कठीन है तरक्की करना … लेकिन असंभव नहि है। ज्यादातर लोग जो कारीगर होते है, मसलन .. अपने काममें माहिर होते है .. वे पैसोके हिसाबकिताबके मामलेमें थोडे कमजोर पाये जाते है। आपभी अपने काम एवं हुन्नरके बारे में अव्वल हो सकते हो लेकिन शायद हिसाबकिताबके और व्यवसाय प्रबंधनके बारेमे पर्याप्त अनूभव लेना शायद बाकी हो। એ ખડખડાટ હસી પડયો. મને કહે કે, बिल्कुल सच कहा आपने। इसी वजहसे मै पहले दो बार मेरे कारोबारमें नुकशान कर चुका हुं।। और आज आपकी बात सुननेके बाद लगता है के हिसाबकिताब भी सीखना उतना ही जरूरी है। …મેં કહ્યું …लेकिन तरक्कीके लिये आपको लोगोके साथ .. जो आपको काम दे सके वैसे लोगोके साथ रीश्ते बनाना भी सीखना होगा और इन रीश्तोको पूरी इमानदारीसे निभाना होगा। … એના ચહેરા પર આવી ચડેલો આશ્ચર્યસભર આનંદ અને આશાનો ઉમળકો હું જોઇ રહ્યો. .. “चाइ गरम चाइ गरम … “સંભળાતાં જ મેં બે નો ઇશારો કર્યો. એક ઉત્તમકુમારને આપી અનબે બીજી મેં લીધી. રૂ. 10 ચૂકવી દીધા. .. ઉત્તમે ચા પી લીધા બાદ નીચે ઉભેલા એક યુવકને પ્લાસ્ટીકનો ગ્લાસ બારીમાંથી બહાર ફેંકી દેવા વિનંતી કરી. તે યુવકે ગ્લાસ ફેંકી દીધો. ઉત્તમે પોતાના ખીસામાંથી રૂ. 5 નું પરચૂરણ કાઢી મને આપવા હાથ લંબાવ્યો .. મેં કહ્યું “बेटा, अगर मैने तुम्हारे लिये यह एक काम अच्छा कीया है तो अब तुम्हारी बारी कीसीके लिये एक नेक काम करने की है,इश्वरने मुझे तुम्हारे लिये भेजा है पता नहि इश्वर तुम्हे किसके लिये भेजेंगे !!”
અને રાત્રે 9 કલાકે રીક્ષા દ્વારા દિવસભરની રઝળપાટ બાદ દુનિયાને છેડે આવી પહોંચ્યો.
——————————————————————————————-
To read and participate discussion thread on Facebook : Click here
બહ સરસ…મુંબઇનો પ્રવાસ….