Understanding Life

Priyadarshi Arth –

1. તમને જો તમારી હાલની ઉંમર ખબર ના હોત તો તમારી ઉમર કેટલી હોત? શા માટે?
2. સૌથી ખરાબ શું? નિષ્ફળ જવું કે કદી પ્રયત્ન જ ન કરવો? શા માટે?
3. વિશ્વમાં એવી કઈ એક બાબત છે જે તમે ખરેખર બદલવા ચાહો છો? શા માટે?
4. જો “સુખ” એ રાષ્ટ્રીય ચલણ હોત તો તમે કેટલા પૈસાદાર થવાનું પસંદ કરત? શા માટે?
5. શું તમે એ જ કરો છો જે તમે ખરખર કરવા ચાહો છો… કે પછી મન સાથે બાંધછોડ કરીને જે કંઈ પણ કરી રહ્યા છો તેની સાથે પરાણે ચલાવી રહ્યા છો? શા માટે?
6. જો મનુષ્યની ઉંમર માત્ર ૪૦ વર્ષની જ હોત તો તમે તમારી હાલની જીંદગી કરતા કેવી રીતે અલગ જીવતા હોત? શા માટે?
7. તમારા જીવનને તમે તમારા પોતાના કેટલા નિયંત્રણમાં રાખ્યું છે?
8. શું તમે સાચું કરવા માટે વધારે ચિંતિત છો કે જે કરો છો તેને સાચી રીતે કરવા માટે વધારે ચિંતિત છો? શા માટે?
9. તમે જે વ્યક્તિઓની પ્રશંશા કરતા હો અને તેમને માન આપતા હો તેવા ત્રણ વ્યક્તિ સાથે બેઠા હો અને એ ત્રણે વ્યક્તિઓ અજાણપણે જ તમારા ખાસ મિત્રની ટીકા કરવાનું શરુ કરે તો તમે શું કરો? શા માટે?
10. એક નવજાત શિશુને માત્ર “એક” જ શિખામણ આપવાનો મોકો તમને આપવામાં આવે તો તમે એ શિશુને કઈ શિખામણ આપો? શા માટે?
11. તમે જેને પ્રેમ કરો છો તેને બચાવવા માટે જો તમારે કાનુનનો ભંગ કરવો પડે તો કરો કે નહિ? શા માટે?
12. જે બાબત તમને સુખ આપે છે એ જ બાબત દરેક વ્યક્તિને કેમ સુખ નથી આપી શકતી? શા માટે?
13. તમારા જીવનમાં એવી કઈ બાબત છે જે તમે કરવા માગતા હતા તેમ છતાં પણ નથી કરી શક્યા? શા માટે?
14. શું તમે એવા જ મિત્ર છો જેવા મિત્ર તમે તમારા જીવનમાં ઈચ્છો છો? શા માટે?
15. જો અત્યારે નહિ તો ક્યારે?
16. તમે અત્યાર સુધી જે મેળવવા માગતા હતા એ નથી મેળવી શક્યા તો તમે જીવનમાં શું ગુમાવ્યું છે? શા માટે?
17. દરેક ધર્મો, કે જે હંમેશા પ્રેમની જ તરફેણ કરે છે… તેમ છતાં પણ તેના કારણે અનેક યુદ્ધો લડવામાં આવ્યા છે?શા માટે?
18. શું એ જાણવું શક્ય છે કે શું સારું અને શું ખરાબ… અને એ પણ કોઈપણ પ્રકારની શંકા વગર? શા માટે?
19. શું તમને લાગે છે કે તમે આજનો દિવસ સો ગણો વધારે જીવ્યો છે? શા માટે?
20. જો તમને ખબર પડે કે તમે જેટલા લોકોને ઓળખો છો એ બધા આવતી કાલે મૃત્યુ પામવાના છે તો તમે સૌથી પહેલા કોને મળવાનું પસંદ કરો? શા માટે?

Vipul P Shah –

૧. તમે જીવો છો તેવું ક્યારે લાગે છે ?

૨. ક્યારે તમને લાગ્યું કે “તમે તમારા “જીતી ગયેલા” સ્પર્મ કરતા, હવે વધુ ચઢીયાતા થયી રહ્યા છો ?

૩.તમે છેલ્લું મેઘધનુષ ક્યારે જોયું… ?

૪. તમે છેલ્લે ક્યારે અને કેમ રડેલા?

૫. તમને મોટા થયી ગયા હોવાનું ભાન છેલ્લે ક્યારે થયેલું?

૬. તમે સ્વપ્નું વાવવું એટલે શું કરવું ? એવું માનો છો?

૭. તમારા કેટલા સ્વપ્નો તૂટ્યા? અને કેટલા પર તમે કામ કરી રહ્યા છો?

૮. તમે કઈ પરિસ્થિતિમાં , દેશ કરતા તમારી જાતને, વધુ મહત્વ નહોતું આપ્યું?

૯. તમે દેશને કે સમાજને દરરોજ એવરેજ કેટલી ગાળો આપો છો અને પોતાને કેટલી ગાળો આપો છો ?

૧૦. તમારો એવો કોઈ સવાલ ખરો કે જેનો જવાબ મેળવવો એ તમારા માટે જવન્મૃત્યું નો બનેલ હોય ? જો હા , તો કયો ?

Rekha Jani –

1…aapde aapnu ghhar ekdam saf rakhiye chhi ye to des kem nhi?
2…dikri juvan thay atle samate parnavi ghhar mathi viday aapi devama aave chhe?
3…game tyare stari ne abla kem bnavi devama aave chhe jyare tene skti tarike pujvama aave chhe?
4…strio janam thi maran sudhi anek farj-kartavy nibhave chhe to pn potanu ghhar kem nthi hotu?
5…ek kutub maj be balko hoy(boy and girl) ne ek ne j saru bhantar aapi sakay tem hoy to dhkranej kem phela pasand karvama aave chhe?
6…dikri ne bdhi rite kusal banavya pachhi pn lagna vkhate mata-pitaye dhej samate aapvo pade chhe?
7…mata-pita ye bdhi rite kusal bnavel kanya sasre jayne potani marji thi nokri kem kari sakti nthi ne kari saketo marji mujab kem jivi nthi sakti?
8…je dikri mata-pita na lad-kod muki sasre aavi pati na ghhar ne pota nu ghhar ne parivar ne potano parivar mane tenh upeksh samate karvama aave chhe tene ghhar kutubnu ek ang samate nthi manatu?
9…jem education vadhtu jay chhe tem chutachheta kem vadhata jay chhe?
10…kutub na vatavaran bagadva pachad vibhakt kutub javabdar chhe?

Aarti Parikh –

૧) સ્ત્રી જ સ્ત્રીની દુશ્મન શા માટે બને છે ?
૨) સ્ત્રીને પુરૂષ-સમોવડી શા માટે થવું છે ? (શું સ્ત્રી તેની પરિસ્થિતિથી ખુશ નથી ?! ..કે, સ્ત્રી અસંતોષી છે ?!)
૩) સમાજ સુધારણાની વાતો તો સૌ કોઈ કરે છે..શું, કદી કોઈ વ્યક્તિએ પોતાની જાત સુધારવાની કોશિશ કરે છે ?
૪) આપના માટે “બાળકની સ્વતંત્રતા”નો અર્થ શું હોઈ શકે ?
૫) પુરૂષ હંમેશા પહેલી નજરે સ્ત્રીના શારીરિક સૌન્દર્યથી જ આકર્ષાય છે. સ્ત્રીની બુદ્ધિમત્તા સૌથી છેલ્લે દેખાય છે. શાથી ?
૬) “corruption” માટે તમે પોતે કેટલા જવાબદાર છો ? સમય બચાવવા કેટલી વાર તમે પૈસા ખવડાવી કામ સરળતાથી પતાવવાની કોશિશ કરી…?

Jay Bhatt –

1. In my recent trip in India, I observed that some elderly (with due respect to them) simply took for granted that it is the responsibility of younger generation to take care of them even in the tasks that they can do themselves. In the process, many of them gave up things that they would enjoy in doing at that age. Not much of any activity but rather stay home, go for a walk in the evening, etc. On the other, I also met a few elderly (not many) people who even at that age can be an inspiration for the young. So, how should the young, and the elderly work together so that they support each other and at the same time elderly can keep their self esteem high by their contribution and other activities as health permits?
2. What are some creative ways in which for children studying English medium Gujarati can be taught and love for Gujarati (or any native language of the state) can be cultivated and maintained?
3. What are some ways in which the relationship between the East and the West can be strengthened and misunderstanding created by ignorance is tackled positively?
4. Why is that when West is trying to learn Yoga and about Mahatma Gandhi why some of our own people are ignoring them?
5. What are the three most important things to to do to further improve education system in India?
6. There are number of children and adults with learning disabilities, mental retardation, vision and hearing impaired, autistic, and with other disabilities. These are the children with special needs. Current social and educational system lacks in providing better services to them. They may even be viewed as someone born because of God’s anger including some Superstition. How do we improve this situation?

Gaurang Amin –

૧) ભણવામાં કયો વિષય ગમે…કેમ ? (બાળકોને)

૨) પૈસા કમાવા સિવાય બીજી કઈ પ્રવૃત્તિ કરો છો ? (કામ-ધંધો કરનારાને)
૩) દેશ-સમાજ-અડોશ પડોશના સારા માટે તમે શું કરી શકો ? (રીટાયર્ડ લોકો માટે)

Diya Soni –

1. Do yo think behaving diplomatically is too important to survive and excel? Would you go with it even when your self esteem does allow?? and Why?
2. According to you The most important thing in life is…..?
3. Consider your life to be a glass….now say its half full or half empty? and Why?

Kunal Mistry –

1. Do you think there is a relation between being honest and being religious? Why ?

2. Do you think a common man is equally responsible as a topshot minister for prevailing corruption in our country? Why ?

Naina Shah –

1. બધા ને મા; બહેન ,પત્ની ,ભાભી વિ; અને પૈસા નામની લક્ષ્મી જોઈએ છે …. પણ દીકરી નામની લક્ષ્મી નથી જોઈતી ..શા માટે ?
2. જેમ દિકરો પોતાના મા-બાપ ને સાચવે છે તેમ પરિણિત દિકરી પોતાના મા-બાપ ને જરૂર હોવા છતા કેમ સાચવી શકતી નથી. ?

Narendra Dave – What is ur idea of an ideal family life?

Janak M Desai – સાસુ વહુ હતી , સાસુ દીકરી હતી. તો સાસુ વહુ વચ્ચે જનમો-જનમ ક્ષમતા કેમ નથી વ્યાપતી ?

Mehul Bhatt – Quest for Students of age of 15 to 18: What do u see future of thsi country?

Shweta Upadhyay Dave – ek question mane kayam thay 6e, aapna balko ne shu shikhavvu..? Jemke aapne books mathi ke dharmagrantho ma thi emne sara, sacha, vinamra, pramanik banva ni vat kahie chhie, jyare samaj ma e aa prakar na loko ne dukhi ane aana karta viprit prakar na loko ne sukh ane satta ma juve chhe, tyare tame aa mulyo pote ketla vaparsho ane tamara santano ne shu shikhvadsho..? Tamara vani ane vartan thi…

Nilesh Zala – આજ ની પેઢી ને સુસંસ્કૃત બનાવવા માટે સમાજે કેવા પ્રકાર નાં સહિયારા પ્રયાસો કરવા જોઈએ?

Samir Shah – western culture na vyap thi kevi rite bachi shakay? tena prabhavma aavavu jaruri chhe?

Sarla Sutaria – આજના વિદ્યાર્થીને કયા કોર્ષમાં ભણવું એનો નિર્ણય એને પોતાને જ કરવા દેવો જોઇયે ને કે પછી મા-બાપે પોતે કરવો જોઇયે ??

Swati Suthar – 18 thi 20 warsh na ketla student shkshit thai ne mata pita ne madad roop thawa ichhe chhe ? ane ha to ana mate a loko potana dainik ma thi ketla kalak a disha ma jawa mate sacho parishram kare chhe ?

Parth Nanavati – when will we stop celebrating mediocrity in all the walks of life?

Arvind Patel – What has had the greatest impact on your life?

Gaurangi Patel – Which society is better to live in, ‘peacefully’:Individualistic/Socialistic?

Vishal Thakkar – શું ફેસબુક ના કારણે વ્યક્તિ વાસ્તવિક સમાજ થી અળગો થતો જાય છે ?

Mirza Razia – मनुष्य को पता है कि उसका जीवन सिर्फ़ एक बार है ,फ़िर वो अपने जीवन में वेर द्वेषभाव जैसे अवगुण क्यों पालता है? हर मनुष्य से अच्छाई से वर्ताव क्यों नहिं कर सकता?

Ketki Joshi – તમે આ ત્રણમાં થી શું બદલવાનું પહેલા પસંદ કરો? અને શું? – ૧. તમારી જાત .. ૨. દેશ .. ૩. દુનિયા

About અખિલ સુતરીઆ

મારા વિશે મારે કંઇક કહેવાનું હોય તો, .... થોડુ વિચારવું પડે. મને મારી ઓળખ કરાવે .... એવા એક જ્ણની તલાશમાં છું.
This entry was posted in રોજનીશી ૨૦૦૯. Bookmark the permalink.

1 Response to Understanding Life

  1. anilgoel કહે છે:

    akhilbhai mazza aavi tamne personally nathi malatu pan ahi bhega thai javai chhe anil

ટિપ્પણીઓ બંધ છે.