28.03.2012 થી ……આજ સુધી !!!
૧.
સવારે ૬.૩૦ કલાકે હું દૂધ લેવા જઉ.
પાછો આવું ત્યાં સુધીમાં મમ્મી પથારી વાળી લે.
પછી ચા મુકાય.
ઉદયને જગાડવાનો કાર્યક્રમ શરુ થાય.
ચા સાથે બિસ્કીટ અને તોસ્તનો કે અન્ય કોઈ નાસ્તો પીરસાય..
ઉદયના દિવસની શરૂઆત બેડ ટી વડે થાય.
ઉદય ન્હાવા માટે પાણી ગરમ કરબા મુકે.
લગભગ ૮.૩૦ થી ૮.૪૫ દરમ્યાન ઉદય કામ પર જવા નીકળે.
……
૨.
પછી મારો વારો આવે ન્હાવા જવા માટે.
ન્હાઈને મંદિર જવાનું.
પછી મારા દૂધ નાસ્તો.
સવારે ૧૧ થી બપોરે ૧ સુધી વિજળી ડૂલ
એટલે કોમપ્યુટરનો ઉપયોગ તે પ્રમાણે કરી લેવાનો.
અથવા
તાપમાન ખુશનુમા હોય તો કેનવાસના બુટ અને માથે ટોપી પહેરી .. કેમેરા લટકાવી અંબામાતા પોળ થઇ બડા ગન્નેશના દર્શન કરી .. અનિશ્ચિત માર્ગે પદયાત્રા !
…..
૩.
બપોરે ૧૨.૩૦ને સુમારે ભોજનનો સાદ પડે.
મમ્મીએ જે જેવુ બનાવ્યું હોય તે સાથે બેસીને પ્રેમથી જમી લેવાનું.
પછી વામકુક્ષી !!
…..
૪.
બપોરે ૨.૩૦ થી ૩.૦૦ ના અરસામાં ચા બને.
પછી સાજ સુધી ફેસબુક !!!
…..
૫.
સાજે લટાર મારવા નીકળુ .. દિશા નક્કી ના હોય !
૬.૩૦ સુધીમા પરત ફરવાનું.
૭ થી ૭.૩૦ સુધીમાં ઉદય પાછો આવે.
૮.૩૦ સુધીમાં એના સવારના અધૂરા કાર્યક્રમો પતાવે અને પછી રાત્રી ભોજન !!
……
૬.
રાત્રે ૧૦.૩૦ સુધીમા મારી પોઠ પડી જાય.