એમાં શી નવાઈ ?

…. હોળીનું પર્વ અહી ઉદયપુરમાં …. જોકે સમગ્ર રાજસ્થાનમાં … રંગે ચંગે ઉજવાય .. આ વર્ષે પાણી વગરની અબીલ ગુલાલ સાથે અન્ય કોરા રંગોથી ઘેરૈયાઓ ઉત્સવની મજા લેતા હતા. બાળકો પાણીના ફુગ્ગા અને પિચકારીથી યુદ્ધે ચડ્યા હતા. આવું તો આપના ગુજરાતમાં ય જોવા મળે … એમાં શી નવાઈ ?

શરાબ પીવા પર આપણા ગુજરાત જેવો કોઈ પ્રતિબંધ નથી. તે આપણા ગુજરાતમાં ય ક્યાં નથી મળતો ? … એમાં શી નવાઈ ?

હા … પણ … ધુળેટીની રાત્રે ૯ કલાકે હું અને ઉદય પૂનમના ચન્દ્રપ્રકાશમા ફ્તેહસાગર સરોવરની પશ્ચિમે રાજીવ ગાંધી પાર્ક પાસે આવેલ નાની ટેકરી પરથી શહેરની સુંદરતાની તસ્વીરો લેવા બુલેટ પર જઈ રહ્યા હતા ત્યારે ….

અમારાથી ૧૫૦ કે ૨૦૦ મીટર આગળ એક મોટરસાઈક્લીસ્ટ પુરપાટ આગળ વધી રહ્યો હતો. રસ્તા પર રોશાની ઓંચી હતી…. સામેથી એક કાર અલમોસ્ટ રોન્ગ્સાઈડ પર ફૂલ લાઈટ સાથે આવી અને પેલા મોટરસાઈક્લીસ્ટને ટક્કર લગાવીને હકારી ગઈ. મોટરસાઈક્લીસ્ટ ત્યાં એક વૃક્ષ સાથે અફળાયો .. અને નીચે પડ્યો. …… આ બધું ઘડીના કેટલામાં ભાગમાં બની ગયું તે ય ખબર ના પડી. …

અંધારામાં બનેલી આ ઘટનામાં ખરેખર શું બન્યું તે જોવા … જાણવા … અમે … નજીક ગયા. મોટરસાઈક્લીસ્ટ કણસી રહ્યો હતો … મોબાઈલની બેટરીના પ્રકાશમાં જોયું કે મફલર બાંધેલું હતું …. મો પાસેથી લોહી વહી રહ્યું હતું … મોટરસાઈકલ પર પસાર થઈ રહેલા બીજા બે યુવાનો ઉભા રહ્યા… અમે મોટરસાઈક્લીસ્ટને ચત્તો કરવા પ્રયસ કર્યો….. તેના મોમાંથી શરાબની દુર્ગધ આવતી હતી … તેના માથામાં કપાળ પર અને જડબા પર મોટી ઈજા થયી હતી. …

તમે કદાચ કહેશો કે, આવું તો છાશ વારે બન્યા કરે …. એમાં શી નવાઈ ?

ઉદય મોબઈલ ફોન પરથી ૧૦૮નો સમ્પર્ક કરી રહ્યો હતો. હું મોટરસાઈક્લીસ્ટના ચહેરા પરથી મફલર ખસેડવાનો પ્રયાસ કરી રહ્યો …. એટલામાં જ નજીકની પોલીસચોકી પરથી ઓફ ડ્યુટી થયેલ કોનસ્ટેબલ અમને જોઈને ઉભો રહ્યો ….

પછી ……

એણે પૂર્ણ સજ્જનતા અને સૌજન્ય સાથે અમારી પાસેથી ઘટનાની વિગત મેળવી. મોટરસાઈક્લીસ્ટ પાસે મોબાઇલ ફોન છે કે કેમ તે જોવા ખિસ્સા તપાસ્યા .. ફોન મળ્યો .. તે પરથી તેના એક નબર પર ફોન લગાડ્યો …. મોટરસાઈક્લીસ્ટના કોઈ સબંધી સાથે મેવાડી ભાષામાં વાત કરી … દરમ્યાન ઉદય મોબઈલ ફોન પરથી ૧૦૮નો સમ્પર્ક કરવા મથી રહ્યો હતો. .. અમારે હવે પ્રતીક્ષા કરવાની હતી … મોટરસાઈક્લીસ્ટના સબંધીઓની …. ૧૦૮ સાથે સંપર્ક થતા જ ઉદયે ઘટનાસ્થળ અને ઘટનાની માહિતી આપી. … ફોન કોનસ્તેબ્લને આપ્યો. … મેવાડીમાં સુચના આપી. …

પહેલા કોણ આવશે .. મોટરસાઈક્લીસ્ટના સબંધીઓ કે ૧૦૮ ?

આ દરમ્યાન અમારી પાસે કોનસ્ટેબલ સાથે સવાદ કરવા સિવાય કોઈ વિકલ્પ ખુલ્લો નહતો. કોનસ્ટેબલનું નામ વિક્રમસિહ ચૌહાણ … એમણે અમને કહ્યું કે, તે દિવસે શરાબ પીધેલી બધું મળીને ૫૦૦ જેટલી વ્યક્તીઓંના અકસ્માત થયા હતા. તહેવારોએ શરાબનું સેવન કરનારા પોલીસકર્મીઓ રજા પાડે તેવા સજોગોમાં એની ડ્યુટી પૂરી થયી ગયા બાદ અન્ય પોલીસકર્મી રજા પર હોવાને કારણે વધારાની ૬૦ કલાકની ડ્યુટી કરીને પોતાને ઘેર જઈ રહ્યો હતો. પરિવારના સભ્યોના ગુસ્સાનો ભોગ બનવાનું તો હજી બાકી છે એમ કહ્યું ત્યારે મારી આખમાં બે ટીપા કિનારે આવી ગયા .. એ બોલ્યો …. ભલું પુછવું તો આ મોટરસાઈક્લીસ્ટના સબંધીઓ પણ કદાચ આઉટ થઈને ક્યાંક પડ્યા હોય !! … પરંતુ એટલામાં’ જ મોટરસાઈક્લીસ્ટના ત્રણ સબંધીઓ એક મોટરસાઈક્લ પર આવી પહોચ્યા. સબંધીઓમાં એક પુત્ર હતો બીજા એના મિત્રો હતા. ૧૦૮ આવવાની રાહ જોવાય તેમ ન હતું. પુત્ર રડવા માંડ્યો .. વિક્રમસિહ ચૌહાણે કહ્યું’ કે સરકારી અસ્પતાલ લઇ જાવ …. જલ્દી … ઈજાગ્રસ્ત પિતાને પુત્ર અને એક મિત્ર વચ્ચે બેસાડીને હીમત આપી.. પિતાનો મોબાઈલ સોપી વિદાય કર્યો …. બીજા મિત્રને પિતાની મોટરસાઈકલ સોપી …. વિદાય કર્યો ….. અમારા સૌ સાથે હસ્તધૂનન કર્યું … અને બોલ્યો …. જબ તક દેશમે આપ જૈસે ભલે લોગ હૈ ઐસે લોગોકી જાન બચતી રહેગી … આપકો હોલીકી બધાઈ … ધન્યવાદ … કહીને તે પોતાના પરિવારના સભ્યોના ગુસ્સાનો ભોગ બનવા નીકળી ગયો ….

હું પૂનમના ચન્દ્રપ્રકાશમા ફ્તેહસાગર સરોવરના પાણીમાં ઝીલાઈ રહેલા ચંદ્રના પ્રતિબીમ્બને જોવાને બદલે વિક્રમસિહ ચૌહાણના ઓગળતા જતા પડછાયાને જોઈ રહ્યો.

સારા માનવીઓં સર્વત્ર છે ….
સાચા માનવીઓં નજીક જ છે ….

બસ, વિશ્વાસ રાખજો ….. બોલો, નવાઈની વાત નથી ?

About અખિલ સુતરીઆ

મારા વિશે મારે કંઇક કહેવાનું હોય તો, .... થોડુ વિચારવું પડે. મને મારી ઓળખ કરાવે .... એવા એક જ્ણની તલાશમાં છું.
This entry was posted in રોજનીશી ૨૦૦૯. Bookmark the permalink.

1 Response to એમાં શી નવાઈ ?

  1. vishal jethava કહે છે:

    એક અનુભવ…
    ••••••••••••••••••••••••••••••••
    દુનિયામાં ખરાબ કરતાં સારા માણસોની સંખ્યા વધારે છે પણ એમાંના મોટાભાગના નિષ્ક્રિય અવસ્થામાં છે!
    ••••••••••••••••••••••••••••••••

ટિપ્પણીઓ બંધ છે.