જેમ જેમ સડક પર સરકતો જાઉં છું,
તેમ તેમ ચહેરાઓને લેન્સમાંથી જોતો જાઉં છું.
કોકની આંખ બોલે, તો કોકના હોઠ,
તો વળી કોકની ખામોશી સંભાળતો જાઉં છું.
પેટમાં અને ખિસ્સામાં લાગેલી ભુખ,
શરીરોને દોડાવતી જોતો જાઉં છું.
તરસનો ત્રાસ ગળે ઘુંટડો બનીને,
અટકેલો જણાતો જાય છે.
બધાને બધું ય બદલવુંની મથામણ છે,
પણ … કરવું શું ની મૂંઝવણ ઉભરાતી જોતો જાઉં છું.
જિંદગીને સમજવા સડક પર ચાલ્યો જાઉં છું,
નવા નવા પ્રકરણ સવાર, બપોર અને સાંજે લખાતા જાય છે.
શું કહું ને શું નાં કહું ની બેબસી ..
હવે મારી વાર્તા બનતા જાય છે.
બસ, આ વાર્તામાં અનેકોના અનેક સ્વપનાઓ છે,
છતાં આ વાર્તામાં કલ્પનાઓ નથી.
સંવાદ છે .. સ્મિત છે .. સંઘર્ષ છે ..
સૌને સુખ, શાંતિ અને સમૃદ્ધિની તલાશ છે.
લોકોની .. લોકો માટે … લોકો દ્વારા ..
સંસ્કાર .. પરંપરા .. અને સંબંધોની વાત છે …
બસ … એમ જ માનોને કે,
આ સાદી અને સામાન્ય લાગતી
જિંદગીની અસાધારણ વાસ્તવિકતા છે.
— Understanding Life | an AKHIL sutaria film | Margdarshan Learning Systems.