આજે જીવ બળે છે.

આજે જીવ બળે છે ..
કોઈ અજ્ઞાત ભય ઘેરી વળ્યો છે ..
કશુક અઘટિત બની જવાનું હોય એમ લાગે છે ..
ચિત્ત કામમાં ચોટતું નથી ..
કાન પાસે શબ્દો ભણકારા કરી જતા હોય એમ લાગે છે ..
ખુલ્લી આંખે કઈ દેખાતું નથી ..
આંખો બંધ કરી દેવાની હિમ્મત ચાલતી નથી ..

ભૂતકાળમાં જ્યારે જ્યારે આવું થયું હતું ત્યારે ..

ચેન્નઈથી સુનામીના,
જાપાનથી સુનામીના,
ઇન્ડોનેશિયાથી ધરતીકંપના,
સમાચાર આવ્યા હતા.

અને

આજે કચ્છથી ધરતીકંપના આવ્યા છે.

કોઈ મોટી દુર્ઘટના આળસ મરડીને આકાર લેવાની ક્દાચ તૈયારી તો નહી કરી રહી હોય ને ??

હું સૃષ્ટિને પ્રકૃતિની સાથે ચાલવામાં અવરોધ ઉભો કરનારી માનવજાતનો જ ભાગ છું ..

શું એટલે જ આ .. આટલો અજંપો છે ?

હે, જગત ચલાવનાર ….

૧. ‘માણસ’ જેવા દેખાતા જનાવરોના દુષ્કૃત્યો માટે મૂંગા પશુ પન્ખીઓને શા માટે સજા કરે છે ?
૨. બુઠા થઇ ગયેલા પાણી વગરના ‘માણસ’ને કારણે શા માટે વનરાજીને સુકવી નાખે છે ?

તારા સંકેત

યા તો ‘માણસ’ને સમજતા આવડતા નથી ..
કે તે સમજવા માંગતો નથી ..

તો પછી કેમ થોડાથોડા સમયે .. ‘માણસ’ને હલાવી નાખે એવી હળવી થાપટ મારે છે ?

કરી નાખને એક જ રાતમાં …. હિસાબ ચુકતે …

ન રહે ‘માણસ’ ….. ન રહે કોઈ અવરોધ સૃષ્ટિ અને પ્રકૃતિ ના ક્રમમાં.

હે, જગત ચલાવનાર …. બસ, ‘માણસ’ વગર ફરી પાછુ ધરતી પર બધું બરાબર ગોઠવી દે.

૧૫.૦૪.૨૦૧૨

About અખિલ સુતરીઆ

મારા વિશે મારે કંઇક કહેવાનું હોય તો, .... થોડુ વિચારવું પડે. મને મારી ઓળખ કરાવે .... એવા એક જ્ણની તલાશમાં છું.
This entry was posted in રોજનીશી ૨૦૦૯. Bookmark the permalink.

2 Responses to આજે જીવ બળે છે.

  1. Ramesh Champaneri કહે છે:

    વાસ્તવિકતા કફન ઓઢીને સુતી છે. એ કફનને કાઢનારો મર્દ જ્યારે કોઈ મળે ત્યારે જ ધબકતાં શરીર પર કોઈએ ચઢાવેલા કફનનો એહસાસ થાય છે. અ.સુ. આ કરી શકે છે, એનો આનંદ થયો.

  2. suthar Swati કહે છે:

    Hamna thi aawu j kaik thaay chhe……khaber nahi kem ? shu thawanu hashe ?

ટિપ્પણીઓ બંધ છે.