મને જીન્દગી આગાહી કરી ન શકાય એવી ઘટનાઓના પ્રવાહથી વિશેષ નથી લાગી.
હા, ભરપુર પ્રેમ, હુફ, માયા ની સાથે સાથે તિરસ્કાર, ઈર્ષા કે મોહ પણ ઉપલબ્ધ છે.
એટલે સવાલ તે નથી કે જિંદગીને સમજવા માટે બુદ્ધિપૂર્વક કોઈ પ્રયાસ કરવો
બલકે
જેવી છે તેવી કોઇપણ જાતના સમીકરણો વગર સાક્ષીભાવે સ્વીકારતા રહેવાય
તો પલળ્યા વગરે ય ભીન્જાયાનો આનંદ લુટી શકાય
મને લાગે છે કે ‘ઉત્કૃષ્ટ’ શબ્દની જનેતા ‘અપેક્ષા’ છે.
અને ‘અપેક્ષા’ માંથી જરૂરિયાતો, સગવડ, સાધનો ની માયાજાળ અને છેલ્લે ઉભી કરેલ ભૌતિક સુવિધાઓનો મોહ !
સાદગી, સરળતા અને સહજતા ના રોજીંદા પાઠ સાક્ષીભાવ કેળવવામાં મુખ્ય ભાગ ભજવે છે.
જો છે તો બધું જ મારું ન હોવા પછી પણ મારું જ છે અથવા જો તે મારું નથી તો મારું હોવા પછી પણ મારું નથી જ.
સાક્ષીભાવમાં એ સભાનતા સમાયેલી જ છે.
કામનું કે નકામું / ઉપયોગી કે બિન ઉપયોગી અને એવા સવાલો તો સતત ઘેરો ઘાલતા જ રહેવાના.
એવે વખતે જિંદગીને સરળતાપૂર્વક સરકવા દેવાની આવડત સાક્ષીભાવ વગર શક્ય નથી.