૦૭ મી મેં, ૨૦૧૧ – તૃપ્તિ સાથે હું પાલનપુર એક કામ અંગે ગયો હતો ..
બરાબર ….
૩૬૪ દિવસ પહેલા …
આ જ તારીખે …
આ જ સમયે …
મારા મિત્ર, માર્ગદર્શક અને અત્યંત પ્રેમાળ
પિતાએ મારી ગેરહાજરીમાં
જીવનનો છેલ્લો શ્વાસ લીધો …. અને મુક્યો.
આ ૩૬૫ દિવસ દરમ્યાન
એમનો ખાલીપો અનુભવ્યો ..
.. એમના વગર જીવવાની આદત કેવી રીતે પડશે ? ..
જો તમારા પિતાજી હયાત હોય,
તો રોજેરોજ જેટલો સમય એમની સાથે ગાળી શકાય
એટલો સમય બીજા કામ બાજુએ મુકીને પણ જરૂર ગાળજો …
એમને અડજો, સ્પર્શજો, વ્હાલ કરજો, પીવા પાણી આપજો, ભીના હોઠ લુછી આપજો,
ચા પીવડાવજો, ગમ્મત કરજો, ભેટજો, … એમની સામે જોજો … હસજો અને હ્સાવાજો ..
.. નહી તો જીવનભર આંખ આંસુ સાથે પણ તરસતી રહી જશે ..
બહુજ અઘરું છે એમના વગર જીવવાનું … બસ, … હવે નહી લખાય.
પ્રિય અખિલભાઈ, તમારા સંવેદનો અંને લાગણીભરી તમારા બાપુજીની યાદથી હું પ્રભાવિત થયો છું. તેમની તસ્વીર ઉપરથી તે કેટલા ઉચ્ચ કક્ષાના સજ્જન હશે તે તેમના ચહેરા ઉપરથી જણાય છે. તમે તેમની યાદ જીવંત રાખશો તેમાં કોઈ શંકા નથી. તમારી, તૃપ્તિબહેન તથા સૌ કુટુંબીજનોની ક્ષેમકુશળતા ચાહું છું.
રોહિત
બ્રિસ્ટોલ
મૂ. રોહિતભાઈ, તમારા જેવા વડીલોના આશીર્વાદ અને શુભેછાઓ જ અમને કપરા સમયમાં સાથ આપે છે.