બસમાં જતો હતો ..
બારી ખુલ્લી હતી ..
આંખ બંધ હતી ..
કાન કામ કરતા હતા ..
પાછળની સીટ પર બેઠેલ ..
મા-દીકરીનો સંવાદ સંભળાતો હતો ..
વિષય – સાસુ-નણંદ !!
ના આવ્યો કોઈ પણ જાતનો કમર્શિયલ બ્રેક કે ના આવી વચ્ચે કોઈ જાહેરાત ..
આહવાથી વાસદા, ચીખલી થઈને વલસાડ સુધી ..
બસ ..
બારી ખુલ્લી હતી ..
આંખ બંધ હતી ..
કાન કામ કરતા હતા ..
– સારાંશ … :: જેને દુ:ખી જ થવું છે તેને કોઈ સુખી ના કરી શકે !!!
તમારા ઘરમાં કોણ છે ?
મા -દીકરી કે સાસુ નણંદ ?
:: વિચાર સરિતા.