ભેટ – લાગણીની, લાગણી સાથે.

…. કેટલાક સમયથી જિંદગીના એવા પડ ખુલી રહ્યા છે કે જેની અપેક્ષા કરી નહોતી.

મને હવે એમ લાગે છે કે રોજે રોજ આપણે જે જાણતા નથી હોતા તે જાણતા થઈએ એ માટે કુદરત કામ કરતી હોય છે. સામાજિક, આર્થિક, ભૌતિક જરૂરીયાતો માટે આપણને લાગતું હોય છે કે જાતે દોડાદોડ કરવી પડે … પરંતુ .. માનસિક, આધ્યાત્મિક અને ભાવનાત્મક જરૂરીયાતો સંતોષવા કુદરત આપોઆપ પ્રસંગો ઉભા કરી દેતી હોય છે.

વૈજ્ઞાનિક યુગમાં ઝડપને પણ આંબી જનારા માનવીની “વિકસવા”ની ઝડપ પર પણ કુદરતનું નિયંત્રણ હજુ ય દેખાય જ છે.

બે વ્યક્તિઓ વચ્ચે લાગણી પણ કદીક કદીક સ્થિર થઇ જતી જણાય છે અને સંવાદ પણ “મૌન”થી થતા હોય છે. ઘરની “અંદર”ના સંબંધો કરતા વધારે મહત્વ “બહાર”ના લોકો સાથે કેળવાતા ભલે હોય પણ જળવાવાને બદલે તૂતી જાય તો તેના કારણ “સગી આંખ”ને “નજરે” ચડતા નથી.

કલાકારો કે કળા સાથે સંબંધ બાંધી પાગલપન સાથે જીવતા લોકોને મળવાથી જ ખબર પડે કે “ખરેખર .. કોણે . કોને . કેવી . ગીફ્ટ આપી ?” . ઓળખીતા લોકો ગીફ્ટ આપે તેનો હીસાબ રાખવાની (કુ)ટેવ સારી કે ખરાબ ? .. આપણે વળતી ગીફ્ટ આપવાનો વારો આવે ત્યારે આવો હિસાબ વ્યવહારમાં રહેવા “ધ્યાન”માં રાખવાનો કે સંબંધોને ઉછેરવાનો પ્રયાસ કરવો ?

ગીફ્ટ “મોટી કે નાની” – “મોંઘી કે સસ્તી” ની ગણતરી કરવાને બદલે તે સાથે જોડાયેલો પ્રેમ ઓળખવા જેટલી સમજણ ખરી ? કુમળા બાળકોની કુમળી આંગળીઓએ કાગળના બનાવેલા ફૂલ પર સ્કેચપેનથી કરેલ ચીતરામણમાં “ગીફ્ટ પેક” કરેલી લાગણીઓંને ખોલતા આવડે છે ખરું ?

જીવનમાં મળતા અનેક વિરામસ્થાનો પર વિચારવાનો સમય હોવા છતાં “વિચારવાથી” દુર રહી જવાય તો બચારી “જીન્દગી” શું કરે ?

… નાના પ્રસંગોની ઝીણી ઝીણી બાબતો .. ના સંસ્મરણો લાબી જીન્દગી જીવવા પ્રેરક બળ આપવા સક્ષમ હોય જ છે.

:: સ્વાનુભવે.

Advertisements

About અખિલ સુતરીઆ

મારા વિશે મારે કંઇક કહેવાનું હોય તો, .... થોડુ વિચારવું પડે. મને મારી ઓળખ કરાવે .... એવા એક જ્ણની તલાશમાં છું.
This entry was posted in રોજનીશી ૨૦૦૯. Bookmark the permalink.