વરસાદ

વલસાડ ..
સવારના ધોધમાર વરસાદ પછી..
ઉગી નીકળેલ તડકો ..
ડામરના રસ્તા પર ખાબોચિયાનું પાણી ..
બાષ્પ થઇ રહ્યું ..
મને ફેસબુક પર .. છોડી ..
બફારો કરતું .. આકાશે જઈ રહ્યું ..
વીજળી ડુલ .. પંખો બંધ .. યુ પી એસ બીપબીપવા માંડ્યું …
એટલે સમજ પડી કે ..
જમવાનો સમય થયો !!

બપોર પછી ..
આવશે તો .. વરસશે તો ..
કાદવ અને કીચડમાં ફૂટબોલને ઉછળતો જોવો છે ..
છત્રીઓના કાગડા જોવા છે ..
લાગણી સમજવા જાડી ચામડી પલળવા દેવી છે ..
શેરીના / મહોલ્લાના બાળકો સાથે છબછબીયા કરીને ભીંજાઈ જવું …
કાંદાના ભજીયા અને ગરમા ગરમ ચા સાથે ..
વલસાડના વરસાદને ઉજવવો છે ..

મશીન નથી … માણસ છું … એટલું યાદ કરી લેવું છે.

About અખિલ સુતરીઆ

મારા વિશે મારે કંઇક કહેવાનું હોય તો, .... થોડુ વિચારવું પડે. મને મારી ઓળખ કરાવે .... એવા એક જ્ણની તલાશમાં છું.
This entry was posted in રોજનીશી ૨૦૦૯. Bookmark the permalink.