૨૦૦૦ ચોરસ ફૂટના ઘરમાં રહેવું …
૧૦૦૦ ચોરસ ફૂટની ઘરવખરી વચ્ચે રહેવું ..
૫૦૦ થી ય વધારે ચીજ વસ્તુઓના માલિક હોવું ..
૫૦ પહોંચમાં અને બાકીની માળીયામાં ..
૫ હાથવગી વપરાશમાં ..
વિચાર કરતો થઇ ગયો ..
મારી જરૂરીયાત કેટલી ?
કેટલા ડીનર સેટ વસાવ્યા અને કેટલા ક્યારે કેટલી વખત વાપર્યા ?
કેટલા ગાદલા, તકિયા, ગોદડાં વસાવ્યા અને કેટલા ક્યારે કેટલી વખત વાપર્યા ?
કેટલા પુસ્તકો વસાવ્યા અને કેટલા ક્યારે કેટલી વખત વાંચ્યા ?
કેટલી પેન, બોલપેન, પેન્સિલ વસાવી અને કેટલા ક્યારે કેટલી વખત કેવી રીતે વાપર્યા ?
કીચેઈન .. કાંસકા .. તાળા-ચાવી.. બેગ .. થેલા .. પર્સ … ચાદર, ટુવાલ , બ્રશ, અને ….
વિચાર વમળમાં તણાતો જાઉં છું …
૨૦ લાખના ઘરમાં મારી વસ્તુઓં કેટલી જગ્યા રોકે છે ?
અને
મને મળતી જગ્યા કેટલી ?
મને મળતી મોકળાશ કેટલી ?
મોટા ઘરની વિશાળતામાં ખરેખર કોણ રહે છે ?
ગાંધીજીની સાદગી હવે સ્પષ્ટ રીતે સમજવા લાગી છે.
જમીનના ભાવ વધે છે …
કારણકે જમીન વધવાની નથી ..
પણ જમીન લેનારા વધે છે ..
કારણકે એમને વાપરવા મળતી જમીન ખૂટે છે ..
કારણકે …
કદાચ ..
તેઓ પણ ૨૦૦૦ ચોરસ ફૂટના ઘરમાં રહે છે ..