પ્રેરણા વગર જીવન સંભવ નથી.
માર્ગદર્શન વગર પ્રેરણા સંભવ નથી.
ગુરુ વગર પ્રેરણા સંભવ નથી.
પ્રત્યેક વ્યક્તિ પ્રેરણાનો સ્ત્રોત હોઈ શકે છે,
એવી સમજ કેળવવા
આત્મસૂઝ અને આત્મબળ આપનારા
મારા પ્રેરણાના સ્ત્રોત ઉપરાંત,
મને માણસમાંથી
માનવ બનવા
પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે
સતત પ્રેરણા આપતા રહેલા
તમામ વ્યક્તિઓને
આજે વંદન ..