ગઈકાલે વિનય (નામ બદલ્યું છે .) મને મળવા આવ્યો. ૨૨ વરસનો જૈન યુવાન વલસાડથી વડોદરાની બી આઈ ટી માં ઈ સી ભણવા ગયો છે . છેલ્લા વર્ષમાં આવીને મને વાત કરે છે કે ….
” સર, કોન્ફીડન્સ નથી. પાચ પંદર જણની સામે બોલવાનું હોય તો બીક લાગે છે. ક્લાસમાં પ્રેઝેનટેશન માટે ઉભો કરે તો જીભ થોથવાઈ જાય છે. જે બોલવાનું હોય તેમાં ગરબડ થઇ જાય છે. લોકો હસવા માંડે છે. ”
એના પપ્પાને હું જાણું છું. જૈન યુવક મંડળના ઉપક્રમે એમણે યુવા વિકાસ અને વ્યક્તિત્વ વિકાસની ઘણી શિબિરોનું આયોજન કર્યું છે. સારા સારા નામાંકિત અને વિદ્વાન વક્તાઓનો સ્થાનિક યુવાનોને લાભ મળે તે હેતુથી એ શિબિરો સંચાલિત થયાનું મારી જાણમાં છે.
કોણ શું ભણે છે ? શા માટે ભણે છે ? કેવી રીતે ભણે છે ?
કોણ શું શીખે છે ? શા માટે શીખે છે ? કેવી રીતે શીખે છે ?
અંતે આવી શિબિરોમાંથી શું મેળવે છે ?
” સર, મારો કોન્ફીડન્સ વધારી આપો. નહી તો મારું શું થશે ? મારી કોલેજમાં પણ અમને સૌને આ બધું શીખવાડે જ છે પણ કોઈને કશું આવડતું નથી અને શિક્ષકોને કોઈ પરવા નથી. ”
“બેટા, તારા ભણતર પાછળ કેટલો ખર્ચ થયો ?”
… ” સાડા ત્રણ લાખ. ”
” તને ક્યારે ખબર પડી કે તારો ‘કોન્ફીડન્સ’ ઓછો કે નબળો પડે છે ? ”
… ” બસ, આ છેલ્લા વરસમાં આવીને.”
” તારા મિત્રોને પણ આવું જ હશે ને ? તો એ બધા શું કરે છે ? ”
… “ખબર નથી.”
” તમે બધા ભાઈબંધો ભેગા મળીને ક્યા વિષય પર કેવી વાતચિત કરતા હો છો ? ”
… “મોબાઈલ, ફેસબુક, ફેશન, ખાણીપીણી, ફ્રેન્ડશીપ, ફિલ્મ, … (થોડું શરમાઈને .. ) ગર્લફ્રેન્ડ.”
મને તમ્મર આવી ગયા.
હિમ્મત ભેગી કરીને પૂછ્યું …
” તારા પપ્પા મમ્મીને ખબર છે કે તું મને મળવા આવ્યો છે ? ”
…. “ના”.
” તારી આ પરિસ્થિતિની વાત તે એમને કરી છે ? ”
…. “ના”.
” કેમ ? ”
…. એનો ડૂમો ભરાઈ આવ્યો … “સર, ભૂલ થઇ ગઈ.”
“મારી પાસે કેમ આવ્યો આઈ મીન માંરી પાસે આવવાનો વિચાર કેમ આવ્યો ?”
…. “સર, આઠ વરસ પહેલા ધોરણ સાતના ઉનાળુ વેકેશનમાં મેં તમારો ટીવી કાર્યક્રમ જોયો હતો. એમાં તમે કહ્યું હતું કે, જીવનનો પ્રત્યેક દિવસ ૨૪ કલાકનો જ હોય છે અને તે રોજે રોજ નવોનક્કોર હાથમાં આવે છે અને રાત્રે જતો પણ રહે છે. પછી કદી આવતો નથી. તમે આજે “નાના” છો એવું તમને તમારા પરિવારના લોકો કહેતા હોય .. માનતા હોય ..પણ, તમે ક્યારે મોટા થઇ જશો એની ખબર નહિ પડે.” ….. થોડું અટકી .. આંખના ખુણા લુછી .. ” સર, પ્લીઝ … મને …. ” આગળ કશું જ બોલી ના શક્યો.
મને આશ્ચર્ય સાથે આનંદ થયો કે આનંદ સાથે આશ્ચર્ય … તેની સમજ ના પડી.
મેં કહ્યું …
” બેટા, તને આઠ વરસ પહેલા ટીવી પર મેં કહેલી વાત યાદ છે તો પ્રયાસ કર .. તને બીજું ઘણું ય યાદ આવી જશે.
… એક કામ કર, વડોદરા જઈને જાતે તપાસ કર કે ત્યાં પર્સનાલીટી ડેવેલોપમેન્ટ ના કોઈ વર્ગ ચાલે છે કે કેમ ? કેટલી ફી .. શું શીખવા મળશે .. કેટલો સમય .. કેટલા કલાક .. ?
… બીજું કામ કર, સ્થાનિક અંગ્રેજી અખબારમાં થી શોધી કાઢ કે તારા ભણતરને લગતા વિષયો પર કઈ સંસ્થા વિવિધ પરિસંવાદ યોજે છે. તે સંસ્થાના મેમ્બર થવા માટે શું કરવું પડે ? ની સંપૂર્ણ માહિતી ભેગી કર.
… થશે આટલું કામ ?”
એ બોલ્યો .. “હા”.
” સરસ, આ માટે તને કેટલો સમય જોઈશે ?”
… “બે દિવસ”
” ના, જોઈએ તો બાર દિવસ લેજે … પણ મને તારે પર્સનાલીટી ડેવેલોપમેન્ટ ના કોઈ વર્ગ ચલાવતી ૧૦ સંસ્થાની વિગત ભેગી કરી આપવાની છે. તું એમની સાથે ફોન પર વાત કરે કે રૂબરૂ જઈને …. એ તારો વિષય. ઓકે ? ”
… “પછી ક્યા એડમિશન લેવાનું ? ”
મેં કહ્યું … “પછી”ની વાત “પછી”. હમણા આટલું તો કર.
વિનયને એના બાર દિવસના લક્ષ્ય સાથે મારે ઉંબરેથી એક નવા વિશ્વમાં પ્રવેશતો જોઈ રહ્યો.
ક્રમશ:
::જીવનકલા::
A young man : Read your blog today. It made me to think. I was facing the same problem a year ago. but I changed myself. I want to develop my personality more. How can I do that? and please tell me what to read and how to behave with other people?
my english is not too good but I tried.
Me : डर से आगे जीत है …. means keep attempting DOING what FEARs you. …. I hope this answers you.
He : Sir you are my mentor. Sir please tell me what stuff should I read at this age on internet or magazine?
Me : any book / magazine / newspaper which is describing people and personalities !! and simply reading will not bring in change …. UNDERSTANDING it and DOING will.
Beautiful article. It looks small thing but in reality it matters very humongous weighted problem to overcome. Encouragement on each initial step may make difference and helps to develop confidence. I hope and wish more people like you would start awareness work in media. Its effective as like as light to penitrate darkness.