જો હું ખોવાઈ જાઉં તો ?
મને શોધવા કોણ આવે ?
જો કોઈ મને શોધવા ના આવે તો ?
મારે “મને” જ શોધવાનું બહુ અઘરું થઇ પડે..
આમેય મને ચશ્માં છે. આંખ થોડી કમજોર છે.
ઝાખપ મને ચોખ્ખું દેખાવા દેતી નથી.
રંગે થોડો કાળો ખરો .. અંધારે કદાચ ના ય દેખાઉં ..
બેઠો બેઠો થાકી જાઉં .. ને, ઉભો થઇ ચાલવા માંડું તો ?
ક્યાં ગયો ? ક્યારે ગયો ? ના જવાબ કોણ આપે ?
દિશા વગરની ગતી મને ક્યા લઇ જાય ?
વિચારો આવતા જ રહ્યા અને જતા પણ રહ્યા ..
દિલ અને દિમાગ ઘસતો જ રહ્યો ..
દિલ અને દિમાગ સાથે અન્ય અવયવો પણ ઘસાતા રહ્યા..
સમય સાથે બીજું ઘણું ઘસાઈ ગયું ..
શરીર ઘસાઈને ક્ષીણ જરૂર થયું,
પણ ચેતના ને ચળકાટ ચડ્યો ..
હા, એ વાતની ખબર પડી કે, ખોવાઈ જઈશ તો ..
વજન વગર .. હળવો ફૂલ થઈને … જ ખોવાઈ જઈશ.
બાકી રહેલા આ શરીરને તો તમે સળગાવી જ દેવાના..
અરે એમાં મારે શું …
આખી જીન્દગી સળગાવ્યો જ છે ને ..
મારી લાગણી .. ભાવના .. સળગતા જ રહ્યા ..
એના અજવાળે પણ “હું” મને ના દેખાયો … તો તમને ક્યાંથી દેખાઉં ?
અને ના જ દેખાવાનો હોઉં … તો ખોવાઈ જવામાં વાંધો શું ??
“મને” શોધવાને બદલે … “તમે” તમારી સાથે જ રહેજો ..
કારણકે, કોનો સાથ કોની સાથે ક્યા સુધી રહેશે તેનો જવાબ ..
– – – ખોવાઈ ગયો છે.
Such a beautiful crafting by you. For that I can say ‘Eternal journey by the heart with the help of beautiful brain through the eyes..’.