ચારે બાજુ પ્રસરી ગયેલા ભ્રષ્ટાચારમાં
હવે મને પ્રમાણીકતા અંતિમ શ્વાસ લેતી દેખાય છે.
ચારે બાજુ પ્રસરી ગયેલા પ્રદુષણમાં
હવે મને ગૂંગળામણનો અનુભવ થાય છે.
છતાં,
ચારે બાજુ પ્રસરી ગયેલા કોલાહલમાં
હવે મને શાંતિનો સ્પર્શ થાય છે.
ચારે બાજુ પ્રસરી ગયેલા ઘોંઘાટમાં
હવે મને જીવન સંગીત સંભળાય છે.
કારણકે,
ચારે બાજુ નિસહાય ઉભેલા માણસો વચ્ચે
આમ આદમીનો જીવનસંગ્રામ હવે મને દેખાય છે.
કાળા પાણીમાં ઉપર આવેલો
આશાનો સફેદ પરપોટો હવે મને દેખાય છે.
હવે …. ?