રક્ષાબંધન

બહેન
ભાઈ
સંબંધ
સંબંધોના બંધન …
રક્ષા
રક્ષાબંધન …
કોણ કોની રક્ષા કરે ?
શેની સામે રક્ષા કરે ?
રક્ષા કરવા કોણ જાય ?
ભાઈ કે બહેન ?
પોતાના બંધન છોડી સંબંધોની રક્ષા કેવી રીતે થાય ?
બે નાજુક સુતરના દોરા કાંડે બાંધી દેવાથી રક્ષા થાય ?
કે પછી ૬૦૦ રૂપિયે કિલોની કાજુકતરી રક્ષા કરવા પોરસ ચડાવે ?
આજ્ઞાચક્ર પર કુમકુમ તિલક પર બે દાણા અક્ષત ચોખા કોઈ શક્તિ પ્રદાન કરે ?
મારે લૌકિક બહેન નથી … અલૌકિક સંબંધો અનેક સાથે છે.
સંબંધોના બંધનમાં બંધાવા કે બાંધવાને બદલે …
બાંધેલા સંબંધોની રક્ષા કરવા વિચાર કરીએ ..
વાણી, વર્તન, વ્યવહાર અને વ્યવસ્થાની અનિવાર્યતા સમજી પરંપરાગત સંબંધોના સાસ્કૃતિક મુલ્યોની રક્ષા કરીએ તો કેવું ?
બહેન અને ભાઈ થી જ શરૂઆત કરી શકાય .. આજે … અત્યારે … હમણા જ. તો જ ભાણીયા અને ભાણેજ કે ભત્રીજા કે ભત્રીજીઓંમાં રક્ષાબંધનના સાચા સંસ્કારનું સિંચન સંભવ બનશે.

About અખિલ સુતરીઆ

મારા વિશે મારે કંઇક કહેવાનું હોય તો, .... થોડુ વિચારવું પડે. મને મારી ઓળખ કરાવે .... એવા એક જ્ણની તલાશમાં છું.
This entry was posted in રોજનીશી ૨૦૦૯. Bookmark the permalink.