હવે ગરમ થઇ રહ્યું છે ..
તાપમાન વધી રહ્યું છે ..
તારીખો બદલાઈ રહી છે ..
સમય વહી રહ્યો છે ..
ઉત્સવો ઉજવાઈ રહ્યા છે ..
વરસાદ રીસાઈ ગયો છે ..
ઈશ્વર યાદ આવી રહ્યા છે ..
હાથના કર્યા હૈયે વાગી રહ્યા છે ..
વકરતી જતી પરીસ્થીતી પર નિસાસા નંખાઈ રહ્યા છે ..
આવતીકાલની ચિતા છોડી આજે આનંદ લુટાઈ રહ્યો છે ..
સમૃદ્ધી પામવાના સમીકરણો બદલાઈ રહ્યા છે ..
પાટેથી ઉતરી ગયેલા દેશને બચાવી લેવાનો બકવાસ થઇ રહ્યો છે ..
કોને ખબર હજુ કેટકેટલા પાઠ ભણવાના બાકી છે ..
અતિશ્રીમંત માટે “સામાન્ય માનવી” નીચોવાઈ રહ્યો છે ..
અતિગરીબને નહાવા નિચોવવાનું શું બાકી રહ્યું છે ?
જ્ન્માષ્ટમી થી સ્વતંત્રતા દિન વચ્ચે મળી ગયેલું
વેકેશન પસાર થઇ રહ્યું છે ..
શબ્દો બદલ્યા વગર એસ એમ એસ ફોરવર્ડ કરાઈ રહ્યા છે ..
આતો આજે રવિવાર પણ છે એટલે ..
ધસમસતા આડા અવળા આવતા વિચારો શબ્દાંકિત થઇ રહ્યા છે ..
હવે તૈયાર રહેજો ..
અહી ફેસબુક પર ..
બે દિવસમાં ..
રાષ્ટ્રપ્રેમની ભરતીના મોજા ઉછળશે ..
તિરંગાની વાહ વાહ કરાશે ..
દેશની અધોગતિ સાથે આંધળો પાટો રમાશે ..
ન દેખાતી પ્રગતિના સ્વપ્ના જોવાશે ..
આમિરથી માંડીને અમિતાભ …
સોનિયાથી માંડીને સાનિયા …
ઓલિમ્પિક થી માંડીને આઝાદ મૈદાન સુધીના ..
બનેલા કે બનાવેલા સમાચાર પીરસાશે ..
પુરજોશમાં ખીલી નીકળેલી મહા એપિસોડ ની મોસમમાં ..
જાહેરાતોના બ્રેક વચ્ચે મનોરંજન શોધાતુ રહેશે ..
પોતાના પરિવાર સાથે પોતાના જ ઘરમાં કેદ થઈને ..
સ્વતંત્રતા દિવસ ઉજવાતો રહેશે ..
… આમને આમ, બસ અટક્યા વગર
… આક્રોશ છલકાતો રહેશે ..
… આપણે આનંદ કરતા રહીશું ..
… આવનારા વર્ષો સુધી ..
“પરિવર્તન” ની અનિવાર્યતા ભલે સમજતા હોઈએ,
પણ, “પરિવર્તન” લાવવા માટે જરૂરી એવો લેશ માત્ર પ્રયાસ હવે નથી જ કરવાના ..
મોદી કે બાપા એ જે કરવું હોય ઈ કરે ..
સીબીઆઈ કે આરબીઆઈ એ જે કરવું હોય ઈ કરે ..
છાપાવાળા કે ટીવીવાળા એ જે કરવું હોય ઈ કરે ..
સેબી કે એન એસ ઈ એ જે કરવું હોય ઈ કરે ..
કાગળના રૂપિયા કે રૂપિયાના કાગળનું જેણે જે કરવું હોય ઈ કરે ..
દૂધનું પાણી કે પાણીમાં દૂધ .. જેણે જે કરવું હોય ઈ કરે ..
શાકભાજીમાં રહેલા રસાયણે હવે શરીરનું જે કરવું હોય ઈ કરે ..
શિક્ષકોએ વિધ્યાર્થીઓનું જે કરવું હોય ઈ કરે ..
પોલીસે પ્રજાનું જે કરવું હોય ઈ કરે ..
વકીલોએ અસીલોનું જે કરવું હોય ઈ કરે ..
દાક્તરોએ દર્દીઓનું જે કરવું હોય ઈ કરે ..
દુકાનદારોએ ગ્રાહકોનું જે કરવું હોય ઈ કરે ..
રીક્ષાવાળાએ પેસેન્જરનું જે કરવું હોય ઈ કરે ..
વિદેશી કંપનીઓએ સ્વદેશમાં જે કરવું હોય ઈ કરે ..
કોને ખબર કેટલા વરસના સંઘર્ષમાં
બાપુએ અન્યો સાથે રહીને ..
અન્યોને એક સાથે રાખીને ..
અંગ્રેજોને ભગાડી ..
આપણને આવી “સ્વતંત્રતા” મેળવી આપી ..
બાપુએ પણ એક ભૂલ તો કદાચ કરી જ … છે.
સરદાર, નહેરુ, નેતાજી, ભગતસિંહ જેવા જ લોકો “ભારત” વર્ષમાં અવતરશે એવું માની લેવાની.
અને એમણે આપણને એવી “સ્વતંત્રતા” મેળવી આપી ..
પણ, આપણે એવી “સ્વતંત્રતા” ને “કેવી” સ્વતંત્રતા બનાવી દીધી ?
મારો બળાપો :: અખિલ સુતરીઆ.