જીવનસફર

જીવનની સફર શરુ થયા પછી ક્યારે પૂર્ણ થાય તે અનુમાન લગાવવું અશક્ય છે.એ સમજી લેવું જરૂરી છે કે રોજે રોજ મળતી ક્ષણ જ જીવન છે. એક એક ક્ષણમાં જે જીવાય છે તે જ ભવ્ય ભૂતકાળ બની જાય છે તો સાથે સાથે ઉજ્વળ ભવિષ્યની પરિકલ્પના સાથે જીવાતી વર્તમાન ક્ષણ સ્વપ્ના સાકાર કરવા આવશ્યક માર્ગ તૈયાર કરે છે.

આ માર્ગ પર સફર કરતી વખતે યાદ રાખીને અમલમાં મુકવા લાયક કેટલાક મુદ્દા :

અફસોસ ના કરો. જ્યારે ઈચ્છા મુજબ કોઈ ઘટના આકાર ના કે ત્યારે અફસોસ કરવાને બદલે પુન:વિચાર કરીને ઈચ્છિત પરિણામ તરફ આગળ વધવા વધુ એક કદમ ઉઠાવો કારણકે, અસફળતામાં થી જ સફળતાનો માર્ગ ખુલે છે.

તમારી દુનિયાને જીવવા લાયક બનાવો. યંત્રવત દિવસો પસાર થઇ જશે જો તમે કશું જ નહિ કરો. તેથી જે કામ કરો છો તેને જીવંત બનાવી દો. કામ નાનું કે મોટું હોતું નથી. જટિલ લાગતા કામ ને નાના નાના કાર્યોમાં વિભાજીત કરીને સમયબદ્ધ કરો.

યાદ રાખો કે તમારા જીવન સાથે તમારા પરિવારના સદસ્યો જોડાયેલા છે. તેમના આનંદ અને સંતોષ સાથે જ તમારો આનંદ અને સંતુષ્ટિ જોડાયેલી છે. સંબંધો લાગણી અને પરસ્પર સહયોગી થવાની ભાવના પર જ ટકે છે.

રોજે રોજ એક કામ એવું કરવાનું રાખો કે જે તમારા સંતાનો માટે પ્રેરણાસ્ત્રોત બની જાય. તમારા સંતાનો તમારા વિચાર અને વ્યવહારને તમારા વર્તન દ્વારા જ સરળતાથી સમજી શકશે.

દસ કામ અધૂરા રાખવાને બદલે એક કામ પૂર્ણ કરવાનો એટલે કે ઈચ્છિત પરિણામ સુધી પહોચવાનો આગ્રહ રાખો.

કયું કામ ક્યારે કરીને તેનું પરિણામ ક્યા સુધીમાં મેળવવું છે તે નક્કી કર્યા પછી યોજના મુજબ માંડી પડો. અણધાર્યા અવરોધ આવે તો માર્ગ કે પધ્દ્ધતી માં પરિવર્તન કરવા તૈયાર રહો. પરંતુ ઈચ્છિત પરિણામ તરફ જ આગળ વધો.

મોટા લાગતા કામને નાના કાર્યોમાં વિભાજીત કર્યા પછી પરિશ્રમને અંતે મળતા પરિણામોને ઉજવો. આવા પરિણામોની શૃંખલા મોટા લાગતા કામના ઈચ્છિત પરિણામ સુધી જતો માર્ગ બની રહેશે.

અને છેલ્લે …

એક એક કરીને ૯૯ રન કર્યા પછી નો એક રન “શતક” અપાવે છે. તેથી હિમત હારશો નહિ.

About અખિલ સુતરીઆ

મારા વિશે મારે કંઇક કહેવાનું હોય તો, .... થોડુ વિચારવું પડે. મને મારી ઓળખ કરાવે .... એવા એક જ્ણની તલાશમાં છું.
This entry was posted in રોજનીશી ૨૦૦૯. Bookmark the permalink.

1 Response to જીવનસફર

  1. Parthiv Patel કહે છે:

    Very Big thing you have described in very simple manner. People do not understand this tiny thing and suffer for whole life. Whoever will read this will get a Big spark for life.

ટિપ્પણીઓ બંધ છે.