હું રહ્યો એન્જીનીયર …
એટલે લોજીક અને અનુક્રમ ગોઠવીને અભ્યાસ કરવાની ટેવ પડી ગઈ છે.
ઓશોએ કહેલા વાક્યોના શબ્દાર્થ સમજતા સમજતા …..
હું તેમાં રહેલા ગુઢાર્થ સુધી પહોંચી રહ્યો છું.
તદ્દન સામાન્ય જણાતું સાધારણ શબ્દો ધરાવતું વાક્ય
ઓશો પોતાના પ્રવચનમાં
બબ્બે .. ત્રણ ત્રણ વાર રીપીટ કરતા.
તેમના પુસ્તકોમાં પણ એટલી જ વાર છપાયું હોય જેટલી વાર તે બોલ્યા હોય.
આપણને પ્રૂફ રીડરની ભૂલ લાગે પણ એમ હોતું નથી.
ઓશોના સાહિત્યને વાંચવાની એક ખાસ રીત વ્યક્તિએ વિક્સાવાવી પડે છે.
જોકે એ રીત પછી બાકીના કોઈ પણ સાહિત્યને વાંચતી વખતે અદભુત પરિણામ આપે છે.
… સાક્ષીભાવ એટલે આંખ અને કાન ખુલ્લા ..
આવતા દ્રશ્યો કે કાને પડતા અવાજોને ફક્ત જોવા / સંભાળવાના. …..
કોઈ જાતની પ્રતિક્રિયા નહી. ..
પ્રતિભાવ નહિ ..
પ્રતિકાર નહિ ..
તેમજ સ્વીકાર પણ નહિ.
પાણીમાં રહીને પણ કોરા રહેવા બરાબર. …
મન પર વિજય મેળવવાનું આ પહેલું પગથીયું. ….
અને જે વસ્તુ, વ્યક્તિ, વ્યવસ્થાનું આકર્ષણ હોય
તે ઘટાડતા જવાનો જાગૃત પ્રયત્ન ..
એટલે તે વગર રહેવા / જીવવા તનને તૈયાર કરવું ..
એટલે મન તોફાને ચડે ..
ત્યારે ફરી સાક્ષીભાવે તન અને મન વચ્ચેની પરિસ્થિતિ કેન્દ્રમાં રાખવી …
આકર્ષણથી વિમુખ થવા તૈયાર થઇ રહેલા
તન ની સાથે સાથે ધીરે ધીરે મન પણ મંજૂરી આપવા માંડે છે.
એ સ્થિતિ પર તનને કશાયની અનિવાર્યતા જણાતી નથી …
અને મન શાંત રહેતા શીખી જાય છે …
તે વખતે ..
શરીરના રોમે રોમમાં તમે વહી રહ્યા હો ..
સૃષ્ટિના કણ કણ માં તમે જીવી રહ્યા હો
એવી અનુભૂતિ થાય ….
એ “જીવન”.
( આટલું લખતા લખતા …… કશુક પામ્યાનો આનંદ થયો.!!! )