ખાસ તમારે માટે ..

મારા ખાસમખાસ મિત્રો માટે
ખાસ અપડેટ

હા …. મારી તબિયતમાં
ધીમો સુધારો છે.
નક્કર સુધારો છે.
જાણે મારી નવી આવૃત્તિ બની રહી છે.

મારી સારવાર કરનાર તબીબ મારા મિત્ર વધારે છે.
એટલે કહેવાતી ભારે દવાઓ અને ઝટપટ પ્રક્રિયાથી દૂર રાખ્યો છે.
તમારા જેવા મિત્રો સાથે થતા સંવાદો પણ ઉપચાર કરે જ છે.
હવે ફોન પર વાતો કરવાની છુટ મળી છે.
મને તમારી શુભેચ્છાઓએ પથારી મુક્ત કર્યો છે. ( કંટાળો તો આવે જ ને ?)

હા … આ સમય દરમ્યાન જીવનને વધારે સુક્ષમતાથી જોઇ અને સમજી શક્યો છું.

….. આ અનુભવ આધારીત વિડીઓ બનાવવા આતુર છું. … ( સુથારનું મન કહો કે કૂતરાની પૂંછડી … હમ ઇસ મામલેમે નહિ સુધરેંગે !)

02.10.2012

About અખિલ સુતરીઆ

મારા વિશે મારે કંઇક કહેવાનું હોય તો, .... થોડુ વિચારવું પડે. મને મારી ઓળખ કરાવે .... એવા એક જ્ણની તલાશમાં છું.
This entry was posted in રોજનીશી ૨૦૦૯. Bookmark the permalink.

1 Response to ખાસ તમારે માટે ..

  1. Parthiv Patel કહે છે:

    What happened ? Hope you recover and get in pink of health 🙂

ટિપ્પણીઓ બંધ છે.