નામ

દુનિયાભરમાં વપરાતી કે ઉપયોગમાં લેવાતી ભાષા કેટલી તે મને ખબર નથી.

ભારતભરમાં વપરાતી કે ઉપયોગમાં લેવાતી ભાષા કેટલી તે મને ખબર નથી.

પણ સૌરાષ્ટ્રની લહેકાદાર, કચ્છની લાડકી,ઉ.ગુજરાતની આત્મીય, મ.ગુજરાતની વહાલી અને દ.ગુજરાતની પ્રેમાળ લાગી આવે એવી ભાષા અંગે પણ મારી જાણકારી ઓછી જ છે.

હા … વિચારોને વ્યક્ત કરવા વપરાતી આપણી ભાષાના અદભૂત શબ્દોને બાંધનારા અક્ષરોની વાતથી આ કોલમનો શ્રી આરંભ કરુ છું.

લેખન અને બોલવા માટે વપરાતી ભાષાનો સંબંધ અંતાક્ષરી સાથે હોય એમ મને લાગે છે.

જેમાં ગીત ગાતી વખતે
ય નો અ કે અ નો ય
બ નો વ કે વ નો બ
ટ નો ત કે ત નો ટ
ળ નો લ કે લ નો ળ
ણ નો ન કે ન નો ણ
ની છુટછાટ લઇ શકાય છે.

પણ વાતચીત દરમ્યાન અક્ષરોની હેરાફેરી તોફાન કરી મૂકે !

… વાળ થાય બાલ
… પણ થાય પન
… હતો થાય હટો
… બસ .. ઉદાહરણોનો અંત આવે એમ નથી.

પરિવારના સભ્યોથી માંડીને જેમને ઓળખતા ય ના હોઇએ , એમને સાંભળવા માત્રથી મફતમાં મોજ પડશે.

મને મારી ફઈએ પાડેલું નામ બહુ જ વહાલું છે. (તમને પણ તમારું નામ વહાલું હશે જ.) એમાં ય
અખિલ નો થાય નિખિલ .. અખિલેષ.. નિખિલેષ ..
મારી અટક સુતરીઆ ની થાય સુતરિયા .. સુથારીઆ …
ત્યારે કેવું લાગી આવે ?

કમસેકમ નામ તો સાચું બોલાય જ ને ?

અક્ષરોથી રચાયેલું નામ ..
કરેલા કર્મો વડે ઓળખ પામતું જાય ..
અને છેવટે નામ જ સરનામું બની જાય …

દા.ત. ઃ
મો. ક. ગાંધી
વિવેકાનંદ
અમિતાભ બચ્ચન
લતા મંગેશ્કર
સચીન તેન્દુલકર
ડૉ. એ.પી.જે. કલામ
.
.

……….
તમારા નામના અક્ષરો પણ તમારું સરનામું બને એવી શુભેચ્છાઓ.

About અખિલ સુતરીઆ

મારા વિશે મારે કંઇક કહેવાનું હોય તો, .... થોડુ વિચારવું પડે. મને મારી ઓળખ કરાવે .... એવા એક જ્ણની તલાશમાં છું.
This entry was posted in રોજનીશી ૨૦૦૯. Bookmark the permalink.