આતંકવાદીને કોઇ ધર્મ,જ્ઞાતી કે સંપ્રદાય સાથે શું લેવા દેવા હોય ?
બાળક ગર્ભમાં જ માંસાહારી કે શાકાહારી બની જાય ? 1947 માં અને આજે 2012 તમામ પરિસ્થિતિ જોતાં કેમ મોટા ભાગની પ્રજા આંબેડકરસાહેબના રચેલા બંધારણમાં સુધારા … વધારા … અને ફેરફાર ઇચ્છે છે ? હિન્દુ … મુસ્લિમ .. કે અન્ય કોઇ પણ કોમ , સંપ્રદાય નો વ્યક્તિ પોતાના ધર્મને( અનુશાસન ) સમજી ના શકે …. પોતાનો કક્કો ખરો કરાવવાની મમત પકડે ત્યારે …. સામાજીક અસમતુલાનો આરંભ થાય. કાચા કાન અને મગજના લોકો નું પ્રમાણ ઘણું વધારે છે. એમની નબળી નસ પર નિયંત્રણ મેળવનાર એવા લોકોના ટોળાનો નેપથ્યમાં રહીને દોરી સંચાર કરતાં હોય છે . એટલે ઘણું ખરું સપાટી પર જે દેખાતું .. વંચાતું … કે … સંભળાતું હોય છે એ સત્ય નથી હોતું. બહાદુરી અને ક્રુરતા આપણામાં નથી એવું માનવું ભૂલ ભરેલું છે. લોહી પીતા મચ્છરની પૂજા કરતાં મેં કોઇને જોયા નથી. રસોડામાં નીકળી પડતા વંદાઓ સાથે કેવો વહેવાર કરાય છે ? હડકવા થયો હોય એવા કુતરાને બીસ્કીટ ખવડાવાય ? હિંસા એ હિંસા જ છે. એ વાત જુદી છે કે લોહીલુહાણ … રક્તરંજીત સ્થિતી જોવા આપણી પાસે કાળજું ના હોય. ટૂંકમાં આ દેશની … રાજ્યની … તાલુકાની … જીલ્લાની … શહેર કે ગામની … ફળીયાની …. ઘરની … સુરક્ષા અને સલામતી માટે સફાઈ કરવા જેવી બાબત છે. I am just a stupid common man who wants to clean my house. કોને ખબર છે કે આ વાંચીને બે સંભાવના છે … કદાચ કોક ભગતસિંહ બને નહિ તો બીન લાદેન. અને એવા વ્યક્તિઓને એમના ધ્યેયથી વિચલીત કરવા અસંભવ હોય છે. પ્રત્યેક વ્યક્તિ હુમલાખોર હોય છે. તમે અને હું પણ. ક્યારે … ક્યાં … કોની પર … કેમ .. અને … કેવીરીતે ની આગાહી કર્યા વગર …કદાચ એકાદ ચેતવણી અપાય !!! |
આતંકવાદ
This entry was posted in રોજનીશી ૨૦૦૯. Bookmark the permalink.