સાલમુબારક કહી દેવાથી સાલ સરસ થઇ જાય ? ના. એટલે હું પ્રાર્થના કરું કે … … રસ્તા વચ્ચે તમારા ચંપલની પટ્ટી ના તૂટી જાય. … ન્હાતી વખતે સાબુ લગાડ્યો હોય ત્યારે જ પાણી ખલાસ ના થાય. … રસોઈમાં મીઠું નાખવાનું રહી ના જાય. … બસ કે ટ્રેનમાં કોઇ પાકિટ તફડાવી ના જાય. … પગારની તારીખે બેંકમાં રજા ના હોય. … પૈસા લેવા જાઓ ત્યારે ATM બંધ ના હોય. … છુટ્ટા પૈસા ના હોય તો ચોકલેટ ખાવી ના પડે. … વાળ કપાવવા જાઓ ત્યારે લાઇનમાં બેસવું ના પડે. … હોટલમાં જમવા જાઓ ત્યારે જ ભાવતી વાનગી ખલાસ ના થઇ જાય. … ફિલમ જોવા જાઓ ત્યારે આગળની સીટમાં કોઇ લંબૂજી ના બેઠા હોય. … સવારે નોકરીએ જતી વખતે જ તમારા વાહનમાં પંક્ચર ના પડે. … પુલાવ કુકરમાં બનતો હોય ત્યારે ગેસનો બૂલો બદલવો ના પડે. … જમવા બેઠા હો ત્યારે જ ટેલિફોન ના રણકે. … અખિલ માટે ચા બનાવતી વખતે જ દૂધ ફાટી ના જાય. … સુખના સ્વપના જોતી વખતે જ ઉંઘ પૂરી ના થઇ જાય. … .. . …….. લ્યો હજી કેટલી ? એકાદ પ્રાર્થના તો તમે ય કરોને મારા માટે ! |
ત્યારે જ
This entry was posted in રોજનીશી ૨૦૦૯. Bookmark the permalink.
સાલ મુબારક તો કહીશું જ સાથે મારા તરફ થી તમારા માટે આવી જ પ્રાર્થના
— ચાલતી વખતે રસ્તામાં ઠોકર ના લાગે.
— રાત્રે સુતા હોવ ત્યારે માખી – મચ્છર હેરાન ના કરે.
— ભયાનક સ્વપ્ન દિવસે કે રાત્રે ક્યારેય ના આવે.
લખતા હોઈએ ત્યારે શબ્દો ખૂટી નાં પડે 😉