ત્યારે જ

સાલમુબારક કહી દેવાથી સાલ સરસ થઇ જાય ?
ના.
એટલે હું પ્રાર્થના કરું કે …
… રસ્તા વચ્ચે તમારા ચંપલની પટ્ટી ના તૂટી જાય.
… ન્હાતી વખતે સાબુ લગાડ્યો હોય ત્યારે જ પાણી ખલાસ ના થાય.
… રસોઈમાં મીઠું નાખવાનું રહી ના જાય.
… બસ કે ટ્રેનમાં કોઇ પાકિટ તફડાવી ના જાય.
… પગારની તારીખે બેંકમાં રજા ના હોય.
… પૈસા લેવા જાઓ ત્યારે ATM બંધ ના હોય.
… છુટ્ટા પૈસા ના હોય તો ચોકલેટ ખાવી ના પડે.
… વાળ કપાવવા જાઓ ત્યારે લાઇનમાં બેસવું ના પડે.
… હોટલમાં જમવા જાઓ ત્યારે જ ભાવતી વાનગી ખલાસ ના થઇ જાય.
… ફિલમ જોવા જાઓ ત્યારે આગળની સીટમાં કોઇ લંબૂજી ના બેઠા હોય.
… સવારે નોકરીએ જતી વખતે જ તમારા વાહનમાં પંક્ચર ના પડે.
… પુલાવ કુકરમાં બનતો હોય ત્યારે ગેસનો બૂલો બદલવો ના પડે.
… જમવા બેઠા હો ત્યારે જ ટેલિફોન ના રણકે.
… અખિલ માટે ચા બનાવતી વખતે જ દૂધ ફાટી ના જાય.
… સુખના સ્વપના જોતી વખતે જ ઉંઘ પૂરી ના થઇ જાય.

..
.

…….. લ્યો હજી કેટલી ? એકાદ પ્રાર્થના તો તમે ય કરોને મારા માટે !

About અખિલ સુતરીઆ

મારા વિશે મારે કંઇક કહેવાનું હોય તો, .... થોડુ વિચારવું પડે. મને મારી ઓળખ કરાવે .... એવા એક જ્ણની તલાશમાં છું.
This entry was posted in રોજનીશી ૨૦૦૯. Bookmark the permalink.

2 Responses to ત્યારે જ

  1. preeti કહે છે:

    સાલ મુબારક તો કહીશું જ સાથે મારા તરફ થી તમારા માટે આવી જ પ્રાર્થના

    — ચાલતી વખતે રસ્તામાં ઠોકર ના લાગે.
    — રાત્રે સુતા હોવ ત્યારે માખી – મચ્છર હેરાન ના કરે.
    — ભયાનક સ્વપ્ન દિવસે કે રાત્રે ક્યારેય ના આવે.

  2. લખતા હોઈએ ત્યારે શબ્દો ખૂટી નાં પડે 😉

ટિપ્પણીઓ બંધ છે.