16A

વોટ આપવા જરૂર જજો કારણકે …. હવે તમને સુવિધા આપવામાં આવી છે.

જો તમને લાગે કે કોઇ ઉમેદવાર ચૂંટવા લાયક નથી તો ….

1. તમારૂં ઓળખપત્ર લઇને મતદાન કેન્દ્ર પર જજો.
2. તમે મતદાન કરવા આવ્યા છો તેની નોંધ રજીસ્ટરમાં કરાવજો.
3. પહેલી આંગળી પર કાળું ટપકું મુકાવજો.
4. EVM પર “ઉપરમાંથી કોઇ નહિ ” નું બટન દબાવજો.

જો એવું બટન EVM પર ના હોય તો …

પ્રિસાયડીંગ ઓફિસરને કહો કે તમે ફોર્મ નં 16A દ્વારા જ મતદાન કરવા ઇચ્છો છો કારણકે તમે જે મત આપવા માંગો છો એ સુવિધા EVM પર નથી.
(EVM = ઈલેક્ટ્રોનીક વોટીંગ મશીન )

ફોર્મ 16A ભરી ને તમારા તથા પ્રિસાયડીંગ ઓફિસના હસ્તાક્ષર કરવા જરૂરી છે. આ ફોર્મ ભરવાથી તમારો ” કોઇ ઉમેદવાર ચૂંટવા લાયક નથી ” એવો મત નોંધાઇ જશે તેમજ તે મુજબની ગણતરીમાં લેવાશે.

આ અંગે વધુ જાણકારી / માર્ગદર્શન તમે સ્થાનિક ચૂંટણી નિરીક્ષક પાસેથી વિના સંકોચ અધિકાર સાથે મેળવી જ શકો છો.

વધુને વધુ લોકો સુધી આ જાણકારી પહોંચાડી સાચી અને સ્વચ્છ વ્યક્તિઓને લોકશાહી તંદુરસ્ત રાખવા પ્રોત્સાહિત કરો.

જયહિન્દ

About અખિલ સુતરીઆ

મારા વિશે મારે કંઇક કહેવાનું હોય તો, .... થોડુ વિચારવું પડે. મને મારી ઓળખ કરાવે .... એવા એક જ્ણની તલાશમાં છું.
This entry was posted in રોજનીશી ૨૦૦૯. Bookmark the permalink.