મારું …

Vshal Raval અને તેના મિત્ર પ્રતિક સાથે ગઈ સાંજે ચા પીધી.

એમાં શું મોટી ધાડ મારી ? કદાચ તમને મનમાં સવાલ થાય.

પણ …. રૂ. 15 ચૂકવવા … ઢળતી સાંજના પથરાતા અંધારે ટમટમ દિવડાના આછા ઉજાસે છુટા ન હોવાથી સો ની નોટ ચા ની રેકડી પર આપી.

માલિકનો છોકરો નજીકની કોઇ દુકાને છુટા કરાવવા દોડ્યો. દોડતો પાછો આવ્યો.પૈસા માલિકને આપ્યા.

માલિકે મને રૂ. 485 પાછા આપ્યા.
.
.
.
.

હા … મે ભૂલમાં સો ને બદલે પાંચસોની નોટ આપી દીધાનો ખ્યાલ આવ્યો.
.
.

રેકડીવાળાનો હિસાબ સ્પષ્ટ હતો.
.
હું શીખ્યો કે…
જે મારું છે તે મારી પાસે આવશે જ … અને
જે મારું નથી તે કદી મારું નહિ થાય.

Advertisements

About અખિલ સુતરીઆ

મારા વિશે મારે કંઇક કહેવાનું હોય તો, .... થોડુ વિચારવું પડે. મને મારી ઓળખ કરાવે .... એવા એક જ્ણની તલાશમાં છું.
This entry was posted in રોજનીશી ૨૦૦૯. Bookmark the permalink.

2 Responses to મારું …

  1. Rohit Barot કહે છે:

    મારો મુંબઈનો અનુભવ જુદો હતો. મેં એક વખત ભૂલમાં એક ટેક્ષીવાળાને સોને બદલે પાંચસોની નોટ આપી. ભાઈએ મારો નમી નમીને આભાર માન્યો ને તરતજ ટેક્ષી ચાલુ કરી મને ભૂલનો ખ્યાલ આવે તે પહેલા બંદો રવાના થઇ ગયો. તેને કદાચ મોટી બક્ષીસ મળી ગઈ તેં લાગ્યું હશે. તેની ખુશીમાં મેં પણ થોડો સંતોષ અનુભવ્યો. તે એટલો બધો હરામી હોય તેવી ધારણા કરવાની જરૂર લાગી નહોતી. આ પ્રસંગને યાદ્ કરાવવા બદલ વિશેષ આભાર. આજે રવિવારે તમે આરામમાં હશો ને મજા કરતા હશો તેવી આશા રાખું છું. આવજો બંધુ!

ટિપ્પણીઓ બંધ છે.