વિચારમણકો

માનવી પોતાના કડક અને સડક થઇ ગયેલા જીવન પ્રત્યેના વલણ અંગે થોડો અમથો ઓગળીને પ્રવાહીની જેમ તરલ બની જાય તો …… અન્યોને જીતાડીને જીતી ગયાનો આનંદ લઇ શકાય … ઇતિહાસની તલવારો કરતાં વધારે ખતરનાક પરિણામ વર્તમાનમાં થઇ રહેલા ભાષા પ્રયોગના આવી રહેલા જણાય છે. તલવાર વગર ફક્ત શબ્દો વડે ક્યારેક જીવતા માણસનો જીવ લઇ લેતા પણ લોકોને જોયા છે. બહાદુરી … શુરવિરતા … જેવા શબ્દો ક્ષમા અને કરૂણા સાથે હંમેશા હરીફાઇ કરતાં હોય એમ લાગે છે.

માણસ જેમ જેમ વધારે ભણતો ગયો .. ગણતો થયો … તેમ તેમ અસુરક્ષિત પણ થયો અને એટલે જ વધારે ખતરનાક પણ બન્યો.

એટલે બે પક્ષ તો રહેવાના જ … અને બંને પક્ષે સમર્થકો પણ જીવશે. …. જીવશે ત્યાં સુધી લડશે.

About અખિલ સુતરીઆ

મારા વિશે મારે કંઇક કહેવાનું હોય તો, .... થોડુ વિચારવું પડે. મને મારી ઓળખ કરાવે .... એવા એક જ્ણની તલાશમાં છું.
This entry was posted in રોજનીશી ૨૦૦૯. Bookmark the permalink.