મતદાન કરવા ગેરહાજર રહેવાથી એ સાબીત થતું નથી કે તમારો મત (વિચાર) શું છે ?
બાળક શાળામાં કેમ ગેરહાજર રહ્યું તે જાણવા શિક્ષક કે આચાર્યને જેમ જાણ કરવાની વાલીની જવાબદારી છે તેવી જ રીતે ELECTION COMMISSION OF INDIA ને ઉમેદવારી કરી રહેલા લોકો નાલાયક છે તે જણાવવા આ જોગવાઇ છે. આપણા કમનસીબે બંધારણે લોકશાહીના નામે જેલવાસ ભોગવનાર ગુનેગારને પણ ચૂંટણી લડવાનો અધિકાર આપ્યો છે. RIGHT TO REJECT અને RIGHT TO RECALL માટે અન્ના હજારે તથા કેજરીવાલ સક્રિય છે. તમારી સમજદારી તમને શું કરવાની પ્રેરણા આપે છે એ તમારી વ્યક્તિગત બાબત છે. ટૂંકમાં 1. આ કે 2. તે કે 3. કોઇ નહિ માંથી એક મત આપવો એ આપણી રાષ્ટ્રીય જવાબદારી છે. ભલે તે માટે લાઇનમાં બે કલાક ઉભા રહેવું પડે. જો તમને લાગે કે કોઇ ઉમેદવાર ચૂંટવા લાયક નથી તો …. 1. તમારૂં ઓળખપત્ર લઇને મતદાન કેન્દ્ર પર જજો. જો એવું બટન EVM પર ના હોય તો … પ્રિસાયડીંગ ઓફિસરને કહો કે તમે ફોર્મ નં 16A દ્વારા જ મતદાન કરવા ઇચ્છો છો કારણકે તમે જે મત આપવા માંગો છો એ સુવિધા EVM પર નથી. ફોર્મ 16A ભરી ને તમારા તથા પ્રિસાયડીંગ ઓફિસર ના હસ્તાક્ષર કરવા જરૂરી છે. આ ફોર્મ ભરવાથી તમારો ” કોઇ ઉમેદવાર ચૂંટવા લાયક નથી ” એવો મત નોંધાઇ જશે તેમજ તે મુજબની ગણતરીમાં લેવાશે. આ અંગે વધુ જાણકારી / માર્ગદર્શન તમે સ્થાનિક ચૂંટણી નિરીક્ષક પાસેથી વિના સંકોચ અધિકાર સાથે મેળવી જ શકો છો. વધુને વધુ લોકો સુધી આ જાણકારી પહોંચાડી સાચી અને સ્વચ્છ વ્યક્તિઓને લોકશાહી તંદુરસ્ત રાખવા પ્રોત્સાહિત કરો. વધુમાં વધુ લોકો દ્વારા થનાર મતદાન જ લોકશાહી ની રક્ષા કરશે બાકી ઘેર બેસી મતદાનમાં ગેરહાજર રહેવાથી અયોગ્ય વ્યક્તિ ને ચૂંટાઇ આવવાનો માર્ગ સરળ બની જાય છે. જયહિન્દ |
ચૂંટણી
This entry was posted in રોજનીશી ૨૦૦૯. Bookmark the permalink.