કામ કરવાની
ઇચ્છા થાય છે.
આરામ કરવાનો
સમય થાય છે.
ઉંડા શ્વાસની હાશે
કળ વળે છે.
સ્વપ્ન પાંપણ
નીચે સળવળે છે.
સરકતા સમય સાથે
યાદ હવે ઓગળે છે.
ટપ .. ટપ .. ટપ
ટીપાં ટપકે છે.
નળમાં વાઇસર
બદલવાનું કામ છે.
કામ કરવાની
ઇચ્છા થાય છે.
આરામ કરવાનો
સમય થાય છે.