મને ખબર નથી.

ગુજરાતથી અહિ ઉદયપૂરની વિવિધ કોલેજોમાં ભણવા આવેલ યુવાનોની સંખ્યા દર વર્ષે વધી રહી છે.

ઊચી ફી અને મોટા ડોનેશન ચૂકવનાર
વિદ્યાર્થીઓને મળવાનું થયું. તેમના તથા વાલીઓના સ્વપ્ના અંગે .. સગવડ.. સુવિધા .. અને ભણતરના અનુભવ અંગે વાતો થઇ.

” … અમે વ્યાવસાયિક અભિગમ અને વૈજ્ઞાનિક પધ્ધતિ વડે ભણાવશું …” ની જાહેરાતને સમજવામાં ગુજરાતીઓ કેમ થાપ ખાઈ જતા હશે ?

શિક્ષણ અને ભણતરના થયેલા વ્યાપારીકરણ નો ભોગ ગુજરાતીઓ કેમ બનતા હશે ?

આંખને જોવી ગમે પણ ભણતર કે ગણતર કે ઘડતર સંબંધે ગળે ના ઉતરે એવી સગવડથી ગુજરાતીઓ કેમ અંજાઇ જતા હશે ?

GTU અને અહિંના અભ્યાસક્રમ વચ્ચે પણ તફાવત છે.

ઉચ્ચ શિક્ષણ પામેલ શિક્ષકોને ભણાવવાનો અનુભવ સિલેબસ પૂરતો પરીક્ષાલક્ષી જ હોય એમ લાગે છે. (સંભવ છે તેમ કરવાનું કારણ વિદ્યાર્થીઓની મરી પરવારેલી જીજ્ઞાસા પણ હોય )

આવનારા ભવિષ્યમાં કેટલું .. કેવું .. કેવી રીતે .. ભણેલા શિક્ષિતોની વસ્તી નિશ્ચિત વધશે પણ સમાજને ઉપયોગી થઇ પડે કે શકે એવા નાગરિક બનવા અહિ આવેલો ગુજરાતી વિદ્યાર્થી શું કરશે ?

મને ખબર નથી.

અખિલ .. ૦૩.૧૨.૧૨

About અખિલ સુતરીઆ

મારા વિશે મારે કંઇક કહેવાનું હોય તો, .... થોડુ વિચારવું પડે. મને મારી ઓળખ કરાવે .... એવા એક જ્ણની તલાશમાં છું.
This entry was posted in રોજનીશી ૨૦૦૯. Bookmark the permalink.