ગઇકાલે .. ૦૩.૧૨.૨૦૧૨
એક સ્થાનિક સંસ્થાના ઉપક્રમે AV presentatin સાથે લગભગ ૭૦ મીનીટની મારી રજૂઆત બાદ ૨૦ મીનીટ સવાલ જવાબ માટે ફાળવી હતી. સૌના ચહેરા પર આશ્ચર્ય સહિત આનંદ અને આંખમાં સળવળી રહેલી સવાલ પૂછવાની ઇચ્છા શરમના તાળાને ખોલવા પ્રયત્ન કરી રહી હતી. અંતે સૌને શુભેચ્છા આપીને મારું વક્તવ્ય પૂરુ કર્યું. …. સર, વાપસ કબ આઓગે ? … એક જણે પૂછી જ લીધું. મે એની સામે જોયું. સ્મિત કર્યું. .. હવે આશ્ચર્ય મારા ચહેરા પર હતું અને સવાલ મારા મનમાં કે … … જીવનના પહેલા તબક્કાના ૨૦ વર્ષ વટાવી ચૂકેલા આવા યુવાનો માટે કેમ હું મોડો પડ્યો ? કેમ ? Why ? |
કેમ ?
Posted in રોજનીશી ૨૦૦૯
કેમ ? માટે ટિપ્પણીઓ બંધ છે