Posted by: અખિલ સુતરીઆ | July 14, 2008

અતુલભાઇ વોરા

સ્નેહી અને આદરણીય અતુલભાઇ,

તમારી મેઇલ વાંચીને ખૂબ આનંદ થયો.

મને સતત બાળકોની કેળવણી અંગે કશુંક નક્કર કામ હાથ પર લેવાની ઇચ્છા હતી.

ગઇ તા. ૧૭મી ફેબ્રુઆરીએ …. વન પ્રવેશ થયો.

નર્મદા જયંતિ નીમીત્તે ભરૂચ ગયા (હુ અને મારી જીવનસાથી તૃપ્તિ) હતા. મારી વેબસાઇટ પર તે નિમિત્તે તૈયાર કરેલ વિડિયો કદાચ તમે જોઇ હશે. ….. ત્યારે યોગાનુયોગ મને અને તૃપ્તિને જે વિચાર આવ્યા તેમાંથી આ કાર્યક્રમ માર્ગદર્શન તૈયાર થયો.

બંને વેબસાઇટ www.akhiltv.com  અને http://go.to/akhil પર તમે કેલેન્ડર જોઇ શકશો.. જે દ્વારા તમે જાણી શકશો કે આપણે ક્યારે .. ક્યાં .. અને કેવી રીતે મળી શકીશુ … જાન્યુ–ફેબ્રુ ૨૦૦૯માં. !!! ચાલો, તમને મળવાનું ગોઠવાયું એટલે વધુ આનંદ થયો.

તમે મારી સાથે વોઇસચેટ પણ કરી શકો … તે માટે યાહુ પર .. akhilitv  અને ગુગલ ટોક પર ..  akhil.itv આઇડીનો ઉપયોગ કરુ છુ.

તમારી વર્તમાન પ્રવૃત્તિઓ, પરિવાર અને શોખ વિશે જાણકારી આપશો ?

સંપર્કમાં રહેશો.

Posted by: અખિલ સુતરીઆ | July 10, 2008

બ્લોગર જગતમા આપણી અપેક્ષાઓ ….

થોડા દિવસ પર એક બ્લોગર મિત્ર સાથે ચેટમા ચર્ચા થઇ. 

મુદ્દો હતો, બ્લોગર જગતમા આપણી અપેક્ષાઓ ….

અપેક્ષા નંબર ૧ – સાઇટ પર કે બ્લોગ પર વીઝીટરની સંખ્યા વધે તો મઝા આવે.

અપેક્ષા નંબર ૨ – લખાણ પર લોકો કોમેન્ટ કરે …

પાછા કોમેન્ટના બે પ્રકાર .. ૧. વખાણ અને ૨. ટીકા

અપેક્ષા નંબર ૩ – લોકો વખાણ કરે તો વધુ સારુ. કુદરતી નિયમાનુસાર સામાન્ય રીતે આપણને સૌને વખાણ ગમે …. પ્રસંશા તો સૌને ગમે.

પણ ટીકા થાય તો ??

વ્યક્તિ ખળભળી ઉઠે છે …

ટીકાને જ મુદ્દો બનાવીને ચર્ચા ચડભડનુ સ્વરૂપ લઇ છે … …  આગળ વધે છે … અન્યો પોતાના વિચાર રજુ કરતા જાય … સમર્થકો બંનેને મળી રહે … સમજણપૂર્વકના સમાધાન તરફ લઇ જનારા પણ એકાદ પ્રયાસ કરે .. પણ .. સ્વાભિમાનના લેબલ હેઠળનુ અભિમાન વાતનુ વતેસર કરે …

અમારી ચેટનુ કનક્લુઝન – સમજદાર ત્યાંથી વિદાય લઇ લે.

અમારી ચેટ પૂરી થઇ.

મારુ મન વિચારે ચડયું….

ડુંગર તો દૂરથી જ રળીયામણાની કહેવત, મને કહેવાતા શિક્ષિતોના સંપર્કમા ખાસ કરીને ઇન્ટરનેટ પર જેમ જેમ આવવાનુ થયુ તેમ તેમ સમજાતી ગઇ.

…..  મારા મિત્રને પણ એવા જ અનુભવ થયા છે …

કે ટીકા વાંચવાની – સાંભળવાની .. સમજવાની અને જાતમા કે કામમા સુધારો કરવા ઉપયોગમા લેવા જેટલી પરિપક્વતા પોતાનામા છે કે કેમ, તે તો આત્મસંવાદનો કે મનોમંથનનો જ વિષય કહેવાય.

મારા મતે વ્યક્તિના વિચાર .. વાણી .. વર્તન .. વ્યવહાર વચ્ચે કોઇ અંતર ન હોય તો તેનુ વ્યક્તિત્વ પારદર્શક ગણાય.

આજની વાસ્તવીક દુનિયામા … લોકો વિચારે કઇક .. બોલે કઇક .. અને વર્તે કઇક.

મારા વ્યવસાયને કારણે આવા તો અસંખ્ય દાખલા નજરે જોયા છે … કોસ્મેટીક કલ્ચરના એન.જી.ઓ … કોર્પોરેટ કલ્ચરના સી.એસ.આર … અધધધધ…… જવા દો.

સારી, સાહિત્યિક અને સાચી ભાષામા લખવુ કે બોલવુ એ અવશ્ય સીધ્ધી ગણાય.

પણ સરળ અને સમજાય તેવી ભાષામા લખવુ કે બોલવુ એ સીધ્ધી કરતાં યે વિશેષ ગણાય.

(મને મારા ભાષાજ્ઞાન અને જોડણી અંગે શંકા છે જ .. છતાં જેવુ આવડયુ છે તેવુ લખવા માંડયો છુ … તેમણે મને ઉંઝા જોડણીનો વિકલ્પ સુઝાડયો. …)

સુપરસ્ટાર અમિતાભ બચ્ચન .. આમિર ખાન .. અજય દેવગન પણ બ્લોગીંગ કરે છે .. અંગ્રેજીમાં. .. તેમની મરજી મુજબ.

અહી વર્ડપ્રેસ પર કદાચ સૌથી વધુ ગુજરાતીઓના બ્લોગ છે. સુલેખા પર પણ ગુજરાતી બ્લોગર્સની સંખ્યા મોટી છે.

સૌને વાચકો મળે છે …

સવાલ વધારે કે ઓછાનો નથી …. સવાલ મને કેવા વાચકો મળે છે નો છે.

બ્લોગર તરીકે મારે શુ લખવાનુ છે કે વ્યક્તિ તરીકે મારે શુ લખવાનુ છે.

બ્લોગીંગ હુ

– ૧. વાચકો મેળવવા કરુ છુ કે ….

– ૨. વાચકો માટે કરુ છુ કે ….

– ૩. મારા સંતોષ માટે કરુ છુ.

performance is perhaps measured with NUMBERS ….. and GRADES ….

if you are satisfied with what you are doing ..

… that is something beyond any NUMBER !!!

imagine …. if GOD would have counted his creations …. and expected APPRECIATION !!!

Just go on doing what you like and love to ….

keep satisfying self ….

everything else is sometimes  …. artificial also.

continue writing …. expressing …

regardless of …. How many would read it … understand it …

Just without expecting … anything in return !!

I know it is one of the very difficult ability to instil, develop and master.

એકલા જ આવ્યા મનવા, એકલા જવાના; સાથી વીના, સંગી વીના …. એકલા જવાના. ( ગીતકારનુ નામ ખબર નથી )

Akhil Sutaria

Posted by: અખિલ સુતરીઆ | July 9, 2008

સંવાદ

સંવાદ અખિલ સુતરીયા

અખિલટીવી ડોટ કોમ પરથી લેખનઃ કાંતિભાઇ પરમાર, હિચીન અને પિયુષભાઈ મહેતા સુરત.

 

નમસ્કાર દોસ્તો,

મારૂં નામ અખિલ છે. અને અખિલ ટી વી ડોટ કોમ પર તમારૂં સ્વાગત છે. બહુ લાંબા સમયથી આ વેબ સાઈટને હું ચલાવી રહ્યો છું, ને એની ઉપર લોકોની જીંદગી બહેતર બને એ હેતુથી જુદા જુદા વિષયોને કેંદ્રમાં રાખીને, ખાસ કરીને જીવનને કેંદ્રમાં રાખીને, અથવા જીવનની જુદીજુદી પરિસ્થિતિઓને કેન્દ્રમાં રાખીને, હું વિડીયો ફીલ્મ બનાવતો રહ્યો છું. કેટલીક એવી વિડીયો ફિલ્મ બનાવવાની હવે મને એ ઈચ્છા છે, કે જે દ્વારા આપણે જીંદગીના જે રહસ્ય જાણી નથી શક્યા, એની માહિતી અને એની જાણકારી આપણને મળે. મારો એક ટ્રેઈનીંગ પ્રોગ્રામ છે, અને એ ટ્રેઈનીંગ પ્રોગ્રામમાં હું જે જે મુદ્દાઓને પાર્ટીસીપન્ટની સાથે ચર્ચામાં મૂકું છું, ત્યારે મને એવા જાતજાતના અનુભવ થાય છે. ચર્ચા કરતી વખતે પાર્ટીસીપન્ટ સાથેની વાતોમાંથી મને ઘણું બધું જાણવાનું પણ મળે છે, અને એવી માહિતી એવી જાણકારી હું તમને આ એપિસોડ દ્વારા તમારી સાથે શેર કરવાનો પ્લાન કરૂં છું. સૌથી પહેલાં તો હું તમને એ માહિતી આપી દઉં કે,

જીવન લાઈફ નો મારો જે સેમિનાર છે, અને એના ચાર મુખ્ય પાસા છે. એક છે જીવનજ્ઞાન એટલે કે જીંદગી વિષેની આપણી પોતાની સમજણ. બીજું છે જીવનધારા એટલે કે આપણે જીવન સમયની સાથે, આપણે કેવી રીતે આપણા જીવનમાં વહીએ છીએ. ત્રીજું છે જીવનસાફલ્ય જીવનમાં વહેતા વહેતા આપણને જે જોઈએ છે તે મેળવવા માટે આપણે પ્રગતિ કેવી રીતે કરીએ છીએ, અને છેલ્લે જીવનસાગર આપણા જીવનમાં પ્રેમ અને બીજા મુલ્યોનું મહત્વ કેટલું છે, અને શું ખરેખર આપણે આપણું જીવન મુલ્યો પર આધારીત રાખીને જીવીએ છીએ. કે પછી વર્તમાન પરિસ્થિતિઓની સાથે સમાધાન કરીને જીવીએ છીએ. જીવનજ્ઞાન અને જીવનધારા અને જીવન સાફલ્ય અને જીવનસાગર, મેં કંઈક એવું વિચાર્યું કે,

 દરેક વ્યક્તિના જીવનમાં ચાર તબક્કા છે, અને તે પ્રમાણે કહી શકીએ કે બાલ્યાવસ્થા, કિશોરાવસ્થા, તરૂણાવસ્થા, યુવાવસ્થા, પ્રૌઢાવસ્થા અને વૃધ્ધાવસ્થા. દરેક વ્યક્તિના જીવનમાં ચાર બાબતો અથવા તો ચાર એના ભાગ પાડી શકાય કે,

 એનું અંગત જીવન, પારિવારીક અને સામાજીક જીવન, વ્યાવસાયિક જીવન. તો દરેક પ્રકારે આપણે આપણા જીવનમાં શું મેળવવું છે શા માટે મેળવવું છે, અને કેવી રીતે મેળવવું છે. જ્યારે લોકોને સવાલ પૂછીએ છીએ, અથવા આ સવાલ તમારી સામે જ્યારે હું મૂકું છું, કે બોલો તમને તમારા જીવનમાં શું જોઈએ છે, અફકોર્સ હું ભગવાન નથી, કે તમને જે જોઈએ છે તે તથાસ્તુ કરીશ અને તમને એ મળી જશે. પણ થોડું મગજ પર ભાર મૂકીને થોડી તસ્દી આપીએ, મારે જીવનમાં શું જોઈએ છે, મારે જીવનમાં શું મેળવવું છે, આવો સવાલ જ્યારે તમે તમારી જાતને કરો છો તો શું જવાબ આવે છે, તમારી અંદરથી શું જવાબ આવે છે, તમને શું જોઈએ છે, તમારા અંગત જીવનમાં તમને શું જોઈએ છે. પારીવારીક જીવન માટે તમને શું જોઈએ છે, સામાજીક જીવન માટે તમને શું જોઈએ છે. વ્યાવસાયીક જીવનમાં તમને શું જોઈએ છે, આપણને શું જોઈએ છે, આ પ્રશ્નનો જવાબ વિચારતા કરે છે. જે વિચાર આપણા મનમાં આવે છે, જે વિચાર આપણું મન કરતું થાય છે, એ વિચારને કેટલીક સ્પષ્ટતા સાથે આપણે જોઈ શકીએ છીએ. મારે શું જોઈએ છે, આપણને સામાન્ય રીતે એવો જવાબ મળે છે આ સવાલનો, કે આપણને સુખશાંતિ પૈસો જોઈએ છે સાહેબ, બીજું કાંઈ જોઈતું નથી. પણ સવાલ તે થાય છે કે સુખ એટલે શું ? શાંતિ એટલે શું ? અને જે સુખ અને શાંતિની વાત કરતા હોઈએ આપણે, ત્યારે તે સંજોગોમાં ખરેખર આપણે સમજીએ છીએ કે સુખ એટલે શું ? અને જો સુખ એટલે શું, એની આપણને સમજ ન હોય, તો શાંતિની આપણને સમજ ન હોય, હા, સમૃધ્ધિની સમજ આપણને છે કે ભૌતિક સુખ, ઘરમાં પૈસો હોય, પૈસા દ્વારા ખરીદાયેલી સામગ્રીઓ હોય, અને વ્યવસ્થા ઉભી કરી હોય આપણે, કે જેથી આપણા જીવનમાં અગવડ ઓછી પડે. ગરમી લાગે છે, પંખાની સગવડ છે. મનોરંજન માટે ટેલીવીઝનની સગવડ છે. ઠંડું પાણી પીવા માટે રેફ્રીજરેટરની સગવડ છે. અને એ પ્રકારે આપણે આપણા ઘરમાં આપણા જીવનને સગવડયુક્ત બનાવવા માટે સગવડોને ખરીદીએ છીએ. સગવડો ઊભી કરવા માટેના સાધનો ખરીદીએ છીએ. અને એ સાધનોને ચલાવવા માટે, એ સાધનોને વાપરવા માટે, આપણે મહેનત કરીએ છીએ. એ સાધનોની રચનાને સમજવાની માટે જાણકારી મેળવીએ છીએ. એ સાધનોને યોગ્ય રીતે વાપરવા માટેની તાલિમ લઈએ છીએ. અને આવું ઘણું, કેટલીક વખત તમે પણ જો વિચારો, તમને પણ કદાચ એમ લાગે, કે ખરેખર આપણા જીવન માટે શું જરૂરી છે ? કોઈકને લાગે છે કે, જાણકારી અને માહિતી જરૂરી છે, જ્ઞાન જરૂરી છે, કોઈકને લાગે છે અનુભવ જરૂરી છે, કોઈકને લાગે કે સંબંધની જરૂરી છે, તો વળી કોઈકને લાગે છે કે સગવડો જરૂરી છે, કોઈકને લાગે છે, દરેકને કંઈક ને કંઈક તો લાગે જ છે કે જીવન જીવવા માટે કંઈક જરૂરી છે, અને એ જે કંઈક છે એની સ્પષ્ટતા કેટલી ? એ આપણો સવાલ છે. કેટલી સ્પષ્ટતા સાથે આપણે નક્કી કરીએ છીએ કે આપણને જીવનમાં શું જોઈએ છે. તમને શું જોઈએ છે ? તમારા પત્નિને શું જોઈએ છે ? તમારા જીવનસાથીને શું જોઈએ છે ? બાળકોને શું જોઈએ છે ? વડિલોને શું જોઈએ છે ? માતાપિતાને શું જોઈએ છે ? તમારા સંબંધીઓને શું જોઈએ છે ? તમે જે આપી શકો એમ છો, તમે શું આપી શકો એમ છો, તમે એમને માટે શું મેળવી શકો એમ છો, તમે તમારી જાતને માટે શું મેળવી શકો એમ છો, જે મેળવી શકો એમ છો, એ મેળવવાનું કોઈ કારણ ખરૂં ? શા માટે જોઈએ છે ? ટેલીવીઝન જોઈએ છે, ઘરમાં આપણને, શા માટે ટેલીવીઝન જોઈએ છે ? ટેલીવીઝન શા માટે જોઈએ આપણને, હાં સાહેબ ! દુનિયાભરના સમાચારો મેળવવા માટે, દુનિયાભરની માહિતી મેળવવા માટે. હં ! છાપું જોઈએ, હં ! છાપું શા માટે જોઈએ છે. અખબારો વાંચવા માટે શું આજુબાજુ ઘટનાઓ થાય છે, બીજા કંઈ માહિતી વધારવા માટે, એ વાત. બીજું કંઈ, જે જોઈએ છે એનો અંત નથી, એ લીસ્ટ બહુ લાંબું છે, એટલું બધું લાંબું લીસ્ટ છે કે આપણે એ લીસ્ટને ધ્યાનમાં રાખીને જો વાત શરૂ કરવી હોય, તો સવારના ઊઠતાંની સાથે કદાચ તમને દંતમંજન કરવા માટે યા તો પાવડર જોઈએ છે, અથવા ટુથપેસ્ટ જોઈએ છે, અથવા દંતમંજન જોઈએ છે, અથવા બાવળનું દાતણ જોઈએ છે, અને ત્યાંથી છેક રાત્રે સૂતી વખતે, કદાચ તમને મસ્કીટો કોઈલ જોઈએ છે, અથવા તો મસ્કીટો મેટ જોઈએ છે, જેને કારણે તમે રાત્રે ઊંઘ લેવાના હશો તે દરમ્યાન મચ્છર તમને ખલેલ ન પહોંચાડે. તમને શું જોઈએ છે, સવારથી લઈ રાત સુધીમાં. કેટલું લાંબું લીસ્ટ બને છે, ઘણું લાંબું લીસ્ટ બને છે. આ જે કંઈ પણ વસ્તુઓ આપણને જોઈએ છે, જે કંઈ પણ સાધનો આપણને જોઈએ છે, જે કંઈ પણ સામગ્રીઓ આપણને જોઈએ છે, જે કંઈ પણ વ્યવસ્થાને આપણે જીવનના ઉપયોગમાં લઈએ છે, આ તમામ વસ્તુ, વ્યવસ્થા, સામગ્રી, સાધનો, આપણને જોઈએ છે. પણ આપણને જોઈએ છે માં બે પ્રકાર છે. એક એને આપણે કાયમી ધોરણે આપણા પોતાના કરીને વાપરીએ છીએ, ઓનરશીપ. આપણા પોતાના. અને બે હંગામી ધોરણે. વાહનની જરૂર છે તો તેને માટે, આપણું પોતાનું વાહન કે પછી કોઈક વાહન ભાડેથી. દાખલા તરીકે રીક્ષા કે ટેક્ષી. દરેક તબક્કે કેટલીક વસ્તુઓ છે, જે આપણી પોતાની બનાવીને આપણે વાપરીએ છીએ, આપણે પોતે એને ખરીદી લઈએ છીએ, પૈસા ચૂકવીને, અથવા, પૈસા ચૂકવીને આપણે માત્ર સેવા ખરીદીએ છીએ, સર્વિસીસ. એનો અર્થ એ થાય છે કે જીવનને સગવડયુક્ત બનાવવા માટે આપણે પૈસા ખરચીને એ સેવા આપણને જે સાધનદ્વારા મળવાની છે તે સાધન ખરીદીએ છીએ અને આપણે એના માલિક બની જઈએ છીએ. અથવા એ સાધન જેની પાસે છે એ વ્યક્તિ પાસેથી એ સાધન અમૂક સમય માટે વાપરવા માટે આપણે લઈએ છીએ અને આપણે એનું ભાડું ચૂકવી દઈએ છીએ. ગણત્રી કરવાની છે, કે આપણે આપણા જીવનમાં કઈ વસ્તુઓની માલિકી રાખી શકીએ અને કઈ વસ્તુઓને આપણે ટેમ્પરરી, જરૂર પૂરતી, વાપરવા પૂરતી જ, એને આપણી પાસે લાવીએ છીએ. પૈસા ચૂકવીને, ભાડેથી, તો કઈ રીતે કઈ વસ્તુને વાપરવાનો ખર્ચ કેટલો છે, એ વિચારવાનું છે. કઈ વસ્તુનો નિભાવ ખર્ચ કેટલો છે. શું ખરેખર એ વસ્તુની આપણી પોતાની માલિકી હોવી જરૂરી છે કે કેમ, આ વિચારવાનું છે. જે ધરતી પર આપણો જન્મ થયો છે, જે ધરતી પર આપણે આવ્યા છીએ, માનવ શરીર સાથે, આ ધરતી પર આપણું કહેવાય એટલું શું, અને આદ્યાત્મિક દ્રષ્ટિએ આને વિચારવાની વાત હું નથી કરતો, પણ છતાં એવું લાગે છે આપણને કે આ શરીર પણ આપણું નથી. ૬૦ કે ૭૦ વર્ષ માટે આપણને આ શરીર મળ્યું છે તો આ શરીરને શણગારવામાં, આ શરીરને સાચવવામાં આપણું ધ્યાન, શરીરની અંદર જે ચૈતન્ય છે એની સાથે કેટલું કનેક્ટ થાય છે… એક સવાલ છે, આજે પહેલી વખત મેં એવો પ્રયત્ન કર્યો છે કે આ રીતે કેમેરા સેટ કરીને વાતો કરૂં છું, આવું કેટલી વખત બનશે એ મને ખબર નથી. કયા વિષય ઉપર, કયી વાતો ઉપર હું તમારી સાથે આવી રીતે કરીશ એ મને ખબર નથી, પણ હું માનું છું, હું આશા રાખું છું, અને ઈચ્છું પણ છું કે આવી રીતે તમારી સાથે અવારનવાર હું વાતો કરતો રહું. જેથી કરીને આપણે જે કરવા માગીએ છીએ, કે જે વિચારો હું આવી રીતે તમારી સમક્ષ પ્રસ્તુત કરવા જઈ રહ્યો છું એની ઉપર તમે શું વિચારો છો, એ પણ તમે મને કહી શકો, તો દોસ્તો તમે થોડુંક વિચારી જુઓ કે જો આપણે એક એવા સમાજનું નિર્માણ કરવા માગતા હોઈએ કે જ્યાં દરેક વ્યક્તિને કંઈક રોજ નવું શીખવાની ઈચ્છા થાય, જ્યાં વ્યક્તિને પોતાનું જીવન જીવવા માટેની જરૂરી જાણકારી અને માહિતી મેળવવાની ઈચ્છા થાય. નવું શીખો એ પરિસ્થિતિમાંથી પોતાની જાતને કોઈપણ પ્રકારે તાણ અનુભવ્યા વગર વહી શકે, નવું જીવો  પોતે પોતાના જીવનમાં અને પોતાના પરિવારના સભ્યોને સાથે લઈને આગળ વધી શકે, પ્રગતિ કરી શકે, નવું નેતૃત્વ અને કોઈના પણ માટે તિરસ્કારનો ભાવ ન રાખતાં હ્રદયમાં પ્રેમનો ભાવ રાખીને પોતાના જીવનના દિવસો માંથી અઠવાડિયાઓ માંથી પખવાડિયાઓ માંથી મહિનાઓ અને છેવટે આખું જીવન, લોકોનો પ્રેમ પામી શકે અને લોકોને પ્રેમ આપી શકે. એવી રીતે જીવી શકે અને એવા સમાજમાં જો આપણે રહેતા હોઈએ નવું જીવન એવી એક કલ્પના છે. આશા છે કે આ શૃંખલામાં રોજ નવું જીવન આજનો આ પહેલો એપિસોડ તમને ગમ્યો હશે મને જરૂર પત્ર લખજો મને જરૂર ઈ મેલ કરજો જેથી કરીને આપણે આ ચર્ચાને કઈ દીશા આપવી એ નક્કી કરી શકીએ આજના આ એપીસોડમાં મારી સાથે રહેવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર ! ધન્યવાદ !

 

Posted by: અખિલ સુતરીઆ | July 8, 2008

તમારે ભાગ લેવો છે ?

0૮ જૂલાઇ, ૨૦૦૮

પ્રાયોગિક પ્રસારણઃ

તા. ૭મી જુલાઇ થી ૧૨મી જુલાઇ, ૨૦૦૮ સુધી ….

 ભારતિય સમયાનુસાર સવારે ૧૦ થી ૧૧, બપોરે ૩ થી ૪ અને રાત્રે ૮ થી ૯.

 આ પ્રસારણ દરમ્યાન અખિલ ટીવીનો પરિચય, ઉપયોગમાં લેવામા આવેલ ટેકનોલોજીનો પરિચય, ટેલિવીઝન અને ઇન્ટરનેટના લાઇવ પ્રોગ્રામની સરખામણી, કાર્યક્રમોનો પરિચય, આ કાર્યક્રમની ચર્ચામા દર્શકો કેવી રીતે ભાગ લઇ શકશે, તમારા વેબકેમ અને માઇક દ્વારા આ કાર્યક્રમમા ભાગ લેવા શુ કરશો ની માહિતી, મારી ભાવી યોજના આ ઉપરાંત તમારા સવાલોના જવાબ તો ખરા જ. અખિલ ટીવીના તમામ કાર્યક્રમો ભારતીય સમયાનુસાર પ્રસારીત કરવાનો મારો પ્રયાસ રહેશે.

કાર્યક્રમોની સૂચીઃ

તા. ૧૩મી જુલાઇ, ૨૦૦૮, રાત્રે ૮ કલાકે

પ્રારંભિક ઉજવણી અને ..  વિશેષ કાર્યક્રમમાં કરશુ –

 મોજ અને મસ્તી … ૭ વરસના મુન્ના અને મુન્નીથી માંડીને ૭૦ વરસના વડીલોને ગમે એવો .. માહિતી + મનોરંજન સાથે .. તમારી અને મારી વચ્ચે વિશ્વને ઓટલે આરંભાશે આજથી ઇન્ટરનેટની દુનિયામા … એક અજબ કે ગજબનો સંવાદ ..

દર સોમવારે, રાત્રે ૮ કલાકે – અભિપ્રાય.

 જીવનની સમસ્યાઓના સરળ ઉકેલ અંગે જોઇતી જાણકારી માટે લેવા પડે … નિષ્ણાતોના અભિપ્રાય.

 દર મંગળવારે, રાત્રે ૮ કલાકે – યુવાવિચાર.

 જુવાનીના જોશને જાળવતા, સંસ્કરોની સુવાસ સાચવતા, પ્રગતિની દિશા પકડાવતા .. યુવાવિચાર.

 દર બુધવારે, રાત્રે ૮ કલાકે – મુલાકાત ( વ્યક્તિ વિશેષ )

દિમાગની વાતો, દિલથી .. સામાન્ય લાગતા અસામાન્ય વ્યક્તિની મુલાકાત.

 દર ગુરુવારે, રાત્રે ૮ કલાકે – મુલાકાત ( સંસ્થા વિશેષ )

સમાજ માટે સારુ, સાચુ, જરુરી અને સમયસર કામ કરતી સંસ્થાની સૌરભ.

 દર શુક્રવારે, રાત્રે ૮ કલાકે – વ્યુ ફાઇન્ડર

 જીવનની વિવિધ પરિસ્થિતિઓ અંગે વ્યક્તિઓના અંગત વિચારોની પ્રસ્તુતી એટલે … વ્યુ ફાઈન્ડર.

 દર શનિવારે, રાત્રે ૮ કલાકે

 અમે આજે રજા ભોગવશું.

 દર રવિવારે, બપોરે  ૩ કલાકે – બાળમંદિર

બાળકો માટે .. બાળકો દ્વારા .. બાળકોની સાથે .. થોડી ધીંગા મસ્તી અને ગેલ ગમ્મત સાથે કરીશુ કામની વાત …. બાળમંદિરમાં.

 દર રવિવારે, બપોરે  ૪.૩૦ કલાકે – મહિલામંડળ

મહિલાઓ માટે .. મહિલાઓ પાસેથી .. મહત્વની માહિતી લાવતુ … મહિલામંડળ.

 દર રવિવારે, સાંજે ૬ કલાકે – સંસ્મરણ

 અતિતને ઓવારેથી, વડીલોના અનુભવની વાતો એટલે સંસ્મરણ.

તમારે ભાગ લેવો છે ?

Posted by: અખિલ સુતરીઆ | July 6, 2008

ભાઇ કાર્તિક,

ભાઇ કાર્તિક,

કોમપ્યુટરનો કક્કો પણ જાણતો ન હતો. ગમે ત્યારે એસ્કેપ અને રીસ્ટાર્ટ થઇ શકાય ના ગુરુમંત્ર સાથે કુદકો મારી દીધો .. ધોતા ધોતા આવી રહેશે એવુ પણ એક જાણકારે કહેલુ .. અને આજે બે પ્રકારની લાગણી થાય છે.

અમારા સમયમા ( ૩૦ વરસ પહેલા ) શીખવાના સાધન આછા અને શીખવાની ઝડપ ઓછી અને અત્યારે શીખી શકવાની ઝડપ કરતા પણ વધૂ ઝડપે બદલાતી ટેકનોલોજી અને ઉપકરણો … જોઉ છુ ત્યારે ….. થાય છે …

સાલ્લુ , મારો જન્મ થોડો મોડો થયો હોત તો ?

આજે ( ૩૦ વરસ પછી )  સાયન્ટીફીક અને પ્રેકટીકલ બનતી જતી દુનિયામા માણસ મશીનની જેમ કામ કરીને બે–ચાર–પાંચ–પંદર–પચીસ લાખના પેકેજ પાછળ પરિવારને સ્વદેશ મુકીને પરગામ કે પરદેશની વાટ મહદ્ અંશે સમૃધ્ધી પાછળ સંસ્કારને ભોગે પકડતો જોઉ છુ ત્યારે … થાય છે…

સાલ્લુ , મારો જન્મ થોડો વહેલો થયો હોત તો ?

વેલ…… જયારે, જયાં, જે, જેટલુ, જેવી રીતે, જેની સાથે, જેને માટે .. જીવાય તે બરાબર જ છે.

મને સંતોષની સાથે આનંદ એ વાતનો છે, અહી તારા બ્લોગ પર ભેગી થયેલી કોમેન્ટસ વાંચીને ખબર પડી કે કેટલુ બધુ જાણવાનુ બાકી છે ..

પરિવર્તન કે સાથ કદમ મીલાને કો હી શાયદ ઝીંદગી કહતે હૈ !!!

ખરુને ?

Older Posts »

Categories